Nojoto: Largest Storytelling Platform

🍬🍬🍬🍬🍬🍬🍬🍬🍬🍬 કેમ ખોટા વિચાર આવે છે. રાત પા

🍬🍬🍬🍬🍬🍬🍬🍬🍬🍬
કેમ ખોટા વિચાર આવે છે.
રાત પાછળ સવાર આવે છે.

જેટલા પણ પ્રહાર આવે છે.
જિંદગીમાં નિખાર આવે છે.

જીતવાની મઝા તમે લેજો,
રાસ અમને તો હાર આવે છે.

બોઝ પરિવારનો ઉઠાવી લો,
પોતિકાનો ક્યાં ભાર આવે છે.

રોટલો એક ચાર ખાનારા,
ઘરમાં એક જ પગાર આવે છે.

જીવતેજીવ ના કરી કિંમત,
લાશ પર ફૂલહાર આવે છે.

"દીપ" પ્રગટાવવો જરુરી છે.
દુઃખનો ક્યારેય પાર આવે છે!
----------
✍️દીપકસિંહ સોલંકી દીપ🪔 ઉમરેઠ
🍬🍬🍬🍬🍬🍬🍬🍬🍬🍬

©Dk Diamond Solanki ગઝલ - આવે છે
દીપક સિંહ સોલંકી દીપ ઉમરેઠ આણંદ
🍬🍬🍬🍬🍬🍬🍬🍬🍬🍬
કેમ ખોટા વિચાર આવે છે.
રાત પાછળ સવાર આવે છે.

જેટલા પણ પ્રહાર આવે છે.
જિંદગીમાં નિખાર આવે છે.

જીતવાની મઝા તમે લેજો,
રાસ અમને તો હાર આવે છે.

બોઝ પરિવારનો ઉઠાવી લો,
પોતિકાનો ક્યાં ભાર આવે છે.

રોટલો એક ચાર ખાનારા,
ઘરમાં એક જ પગાર આવે છે.

જીવતેજીવ ના કરી કિંમત,
લાશ પર ફૂલહાર આવે છે.

"દીપ" પ્રગટાવવો જરુરી છે.
દુઃખનો ક્યારેય પાર આવે છે!
----------
✍️દીપકસિંહ સોલંકી દીપ🪔 ઉમરેઠ
🍬🍬🍬🍬🍬🍬🍬🍬🍬🍬

©Dk Diamond Solanki ગઝલ - આવે છે
દીપક સિંહ સોલંકી દીપ ઉમરેઠ આણંદ

ગઝલ - આવે છે દીપક સિંહ સોલંકી દીપ ઉમરેઠ આણંદ #Shayari