કડવી વાતો સંભળાવવી છે સાવ સરળ, તેને ઘોળીને પી જવી અઘરી વાત છે. હાર માનીને મરી જવું છે સાવ સરળ, લડીને જીવતું રહેવું અઘરી વાત છે. પળમાં કોઈને ભૂલી જવું છે સાવ સરળ, પરંતુ સતત પ્રેમ કરતાં રહેવું અઘરી વાત છે. કામમાં વ્યસ્ત રહેવું તો છે સાવ સરળ, કોઈના માટે સમય ફાળવવો અઘરી વાત છે. કોઈની નિંદા કરવાની હોય છે સાવ સરળ, કોઈનો ઉપકાર યાદ રાખવો અઘરી વાત છે. જીવનના બધાં દુઃખો છુપાવવા છે સાવ સરળ, આ ઉપરાંત મુખ પર હાસ્ય? અઘરી વાત છે! ©Zarna dayma #Nojoto #SAD