Nojoto: Largest Storytelling Platform

કડવી વાતો સંભળાવવી છે સાવ સરળ, તેને ઘોળીને પી

કડવી વાતો  સંભળાવવી છે સાવ સરળ,
તેને  ઘોળીને  પી  જવી  અઘરી  વાત છે.

હાર  માનીને  મરી જવું છે  સાવ  સરળ,
લડીને   જીવતું   રહેવું  અઘરી  વાત  છે.

પળમાં  કોઈને  ભૂલી જવું છે  સાવ સરળ,
પરંતુ સતત પ્રેમ કરતાં રહેવું અઘરી વાત છે.

કામમાં  વ્યસ્ત  રહેવું  તો છે  સાવ  સરળ,
કોઈના માટે  સમય ફાળવવો અઘરી વાત છે.

કોઈની નિંદા  કરવાની હોય છે સાવ સરળ,
કોઈનો ઉપકાર યાદ રાખવો અઘરી વાત છે.

જીવનના બધાં દુઃખો છુપાવવા છે સાવ સરળ,
આ ઉપરાંત મુખ પર હાસ્ય? અઘરી વાત છે!

©Zarna dayma #Nojoto #SAD
કડવી વાતો  સંભળાવવી છે સાવ સરળ,
તેને  ઘોળીને  પી  જવી  અઘરી  વાત છે.

હાર  માનીને  મરી જવું છે  સાવ  સરળ,
લડીને   જીવતું   રહેવું  અઘરી  વાત  છે.

પળમાં  કોઈને  ભૂલી જવું છે  સાવ સરળ,
પરંતુ સતત પ્રેમ કરતાં રહેવું અઘરી વાત છે.

કામમાં  વ્યસ્ત  રહેવું  તો છે  સાવ  સરળ,
કોઈના માટે  સમય ફાળવવો અઘરી વાત છે.

કોઈની નિંદા  કરવાની હોય છે સાવ સરળ,
કોઈનો ઉપકાર યાદ રાખવો અઘરી વાત છે.

જીવનના બધાં દુઃખો છુપાવવા છે સાવ સરળ,
આ ઉપરાંત મુખ પર હાસ્ય? અઘરી વાત છે!

©Zarna dayma #Nojoto #SAD
zarnadayma7856

Zarna dayma

Bronze Star
New Creator