Nojoto: Largest Storytelling Platform

#OpenPoetry નયન સહારે વહેતી લાગણી ની સરવાણી,      

#OpenPoetry નયન સહારે વહેતી લાગણી ની સરવાણી,
                                        એ છે અશ્રુ..     
હૃદય નો ડેમ ઓવરફલો થતા આંખ માં આવતું પુર,
                                            એ છે અશ્રુ..   
સ્મિત સંગ ખુશી માં પણ આંખ નો ખૂણો ભીંજાવતા,
                                         એ છે અશ્રુ..
 પોતીકાઓ ના વિરહ ની વેદના માં વહે છે,
                                          એ છે અશ્રુ..
કોઈ સ્મરણો વાગોળતા અજાણતા સરી પડતા,
                                          એ છે અશ્રુ..
પરવાનગી વગર આ પાંપણ ની સીમા ઓળંગી જતા,
                                        એ છે અશ્રુ..
બેકારણ પણ વહી આંખ ને હૃદય ને હળવું કરતા,
                                    એ છે અશ્રુ..
શબ્દો ની તલવારે ઘવાય  ત્યારે જે મલમ બનતા,
                                     એ છે અશ્રુ.
સબંધ માં ખુશી ના વળતર ને બદલે ખોટ પામી થતું રુદન,
                                      એ છે અશ્રુ..
 લાગણી ઓ અને ગુસ્સા ના મિલાપે આંખે વહેતો ક્રોધ,
                                       એ છે અશ્રુ..
નયન ને હૃદય ની જબરદસ્તીએ ક્યારેક રોકાય છે,
                                     એ છે અશ્રુ..
એકલતા ને વિચાર વંટોળ સહારે એમ જ સરી પડેછે,
                                      એ છે અશ્રુ..
ઈશ્વર ની આ તે કેવી રચના જે લાગણી ના દરેક તાર ને વણેછે,
                                      એ છે અશ્રુ...
                                               -નેન્સી સુચક"મલંગ" #OpenPoetry #અશ્રુ#nojotogujrati