Nojoto: Largest Storytelling Platform

માત્ર ભેખડો થી કંઈ નથી થતું જમીનની ફળદ્રુપતા માટે

માત્ર ભેખડો થી કંઈ નથી થતું
જમીનની ફળદ્રુપતા માટે સરિતા હોવી જોઈએ
આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ.

માત્ર આહલાદક દ્રશ્યો અને ભવ્ય પર્વતો થી કહી નથી થતું
આંખોમાં પણ વિશાળતા હોવી જોઈએ
આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ.

માત્ર મોજાની જેમ ઉછળવા થી અને આમતેમ અથડાવવા થી કંઈ નથી થતું
સમુદ્રની જેમ સ્થિરતા પણ હોવી જોઈએ
આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ.

માત્ર વાદળોની જેમ (જ્ઞાન) પાણી ભરવાથી કંઈ નથી થતું
હવે તો મુશળધાર વર્ષા પણ હોવી જોઈએ
આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ.

માત્ર સંબંધોને નામ આપવાથી કંઈ નથી થતું
વ્યક્તિઓમાં હૃદયની વિશ્વાસનીયતા પણ હોવી જોઈએ
આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ.

માત્ર વિચારોના મૃગજળ પાછળ દોડ્યા કરવાથી કંઈ નથી થતું
જીવનમાં અમુક વાસ્તવિકતા પણ હોવી જોઈએ
આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ.

માત્ર સમયના પ્રવાહને જોયા કરવાથી કંઈ નથી થતું
એની યોગ્ય રીતે ઉપયોગિતા પણ હોવી જોઈએ
આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ.

માત્ર પુસ્તકો ના પાના ફેરવવાથી કંઈ નથી થતું
હવે તમારી પણ કંઈક રચના હોવી જોઈએ
આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ.

માત્ર અઘરા નિર્ણય લેવાથી કંઈ નથી થતું
ક્યાંક ક્યાંક નિર્ણયોમાં સરળતા પણ હોવી જોઈએ
આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ.

માત્ર કસાયેલા શરીર થી કંઈ નથી થતું
વિચારો અને કાર્યોમાં પણ વિરતા હોવી જોઈએ
આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ.

માત્ર ધ્યેયો બનાવવાથી કંઈ નથી થતું
તેને સિદ્ધ કરવાની ક્ષમતા પણ હોવી જોઈએ
આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ.

શિયાળો આવે તો તાપણું કરવા ની ખબર છે
ઉનાળો આવે તો ઠંડક કરવાની ખબર છે
ચોમાસું આવે તો છત્રી ખોલવાની ખબર છે

બસ આમ જ દરેક પરિસ્થિતિ નું નિરાકરણ લાવવાની માનસિકતા હોવી જોઈએ
આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ. #why #bhagwad #geeta #?
#ભગવદ્ #ગીતા #શુ #કામ 
 #gujarati #poem #કવિતા