Nojoto: Largest Storytelling Platform

જવાબદારી માઈક્રોફિકશન:- ********** નિ:સંતાન

જવાબદારી માઈક્રોફિકશન:-
**********
       નિ:સંતાન  રમાબહેન અને રમણીકભાઈ એ  પત્થર એટલા દેવ પુજયા ત્યારે, રમાબહેન ને કુખે એક દેવ જેવા પુત્ર નો જન્મ થયો. દેવ નો દીધેલ હોવાથી નામ પણ "દેવ" રાખ્યું...
      
     દેવ ને ભણાવ્યો ગણાવ્યો ને સારી નોકરી મળતાં રૂપાળી "ગીતા" સાથે લગ્ન કરાવ્યા....સમયાંતરે દેવ ને ત્યાં  પણ કૃષ્ણ જેવો નટખટ પુત્ર  આવ્યો તેથી તેનું નામ કૃષ્ણ રાખ્યું.. પણ બધા હુલામણા નામ "ક્રીશ" થી બોલાવતા. 
    
     રમણીકભાઈ ખુબ ખુશ હતાં......જવાબદારી  થી મુક્ત થતાં એક હાશકારો અનુભવ્યો.. 
 
       "હાશ".....! હવે..  "નિરાંત"........
     
           ત્યાં જ સમાચાર આવ્યા...દેવ ની ગાડી ને એકસીડન્ટ થયો છે....ને દેવ અને ગીતા.....હવે આ દુનિયામાં નથી..! સમાચાર સાંભળતા જ બંને જમીન પર ફસકાઈ પડયા...
     
      ને  "ક્રીશ" ને  ખોળામાં લઈ અશ્રુભીની આંખે તાકી રહ્યાં....!!! #જવાબદારી
#માઈક્રોફિકશન સ્ટોરી
#bindu

#જવાબદારી #માઈક્રોફિકશન સ્ટોરી #Bindu #વાર્તા