Nojoto: Largest Storytelling Platform
nojotouser7913226043
  • 129Stories
  • 201Followers
  • 952Love
    4.5KViews

ચૈતન્ય જોષી

  • Popular
  • Latest
  • Video
163c65f04bb27faf105c528eda00827f

ચૈતન્ય જોષી

*ત્રીજું નેત્ર ના ખોલો.*

મુખેથી ' હર હર મહાદેવ ' બોલો.
શિવજી ત્રીજું નેત્ર ના ખોલો.

માનવ બન્યો છે આજે લાચાર,
કરોને હરજી તમે હવે વહાર,
રીઝવાનો સમો છેને અમૂલો...શિવજી.

ભય ચક્રવાતનો કેટલો સતાવે,
માનવ આજે તમને એ મનાવે,
ઝંઝાવાતને તત્કાળ શમાવો...શિવજી.

કરુણાસાગર મહાદેવ દ્રવજો,
ભય અવનીવાસીનો હવે હરજો,
માફ કરી દ્યોને હરજી સૌની ભૂલો...શિવજી.

શરણાગતને રક્ષજો નાથ ભોળા,
બાકી કર્મે માનવ છે અહીં થોડા,
અહીં તો સ્વાર્થનો સળગે ચૂલો...શિવજી.

જાન માલની હાનિ અટકાવોને,
દિલાવર દયાદ્રષ્ટિ તમે પ્રગટાવોને,
કરીએ દોષોનો એકરાર ખુલ્લો....શિવજી.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

©ચૈતન્ય જોષી
  ત્રીજું નેત્ર ના ખોલો.

ત્રીજું નેત્ર ના ખોલો. #કવિતા

128 Views

163c65f04bb27faf105c528eda00827f

ચૈતન્ય જોષી

લઈને કોઈ માંગણી, નહિ આવું હરિ તારા દ્વારે.
લૈને યાચનાઓ ઘણી, નહિ આવું હરિ તારા દ્વારે.

માનવો છે આભાર તારો માનવદેહ આપવા બદલ,
પ્રાર્થનાઓ ગણીગણી, નહિ આવું હરિ તારા દ્વારે.

ૠણી છું તારો કૃપાનિધિ, નથી ચૂકવી શકતો કદી,
લૈ આશા વૈંકુઠ તણી, નહિ આવું હરિ તારા દ્વારે.

સાવ અભણની કક્ષા મારી હરિવર તું ઓળખજે,
ડીગ્રીઓ કે ભણીગણી, નહિ આવું હરિ તારા દ્વારે.

તું જ ધ્યાન રાખી સાચવજે મને હોય જ્યાં ખરાખરી,
ભલેને વખત આવે અણી, નહિ આવું હરિ તારા દ્વારે.


- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

©ચૈતન્ય જોષી
  નહિ આવું.

નહિ આવું. #કવિતા

124 Views

163c65f04bb27faf105c528eda00827f

ચૈતન્ય જોષી

અમૃતની શું આશા કરવી, ઝેરનેય અમૃત કરી દેશું.
નથી થવું ઈશ્વર અમારે, માનવ બનીને જીવી જશું.

પૈસા કમાવવાની પળોજણમાં સમય નૈ ગુમાવીએ,
મળેલાને મબલખ માની, મીઠપ એની માણી લેશું.

અમર નથી થવું સદેહે, ખોટી ન મુરાદ રાખનારાને,
સત્કર્મોની સુવાસ ફેલાવીને અમરત્વ એને કહેશું.

આભાર માનીશું ઈશ્વરનો જેણે માનવદેહ દીધો છે,
યાચના કરી દુન્વયી, ના પુણ્યબળ વેડફી નાખીશું.

આશા નથી કે વૈંકુઠવાસીના દીદાર હોય સન્મુખ,
માનવતા એ જ પૂજા, માનવતામાં પરખી જઈશું.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

©ચૈતન્ય જોષી
  માનવતા

માનવતા #કવિતા

66 Views

163c65f04bb27faf105c528eda00827f

ચૈતન્ય જોષી

રજૂઆત.

શબ્દોને શણગારીને મેં શરુઆત કરી.
હતી જે મનમાં તે સઘળી મેં વાત કરી.
મનના શબ્દો માત્ર મન સુધી પહોંચ્યા,
શબ્દોથી જ ઈતિશ્રી; ના મુલાકાત કરી.
ભાષા બની સુશોભિત અલંકારો થકીને,
તો પણ ના દિલને કશીએ નિરાંત કરી.
ઉર લગી ના પહોંચી અભિવ્યક્તિ મારી,
રખેને કોઈ ના પ્રાસંગિક રજૂઆત કરી.
રે પડી ખબર, ઓષ્ઠભાષા ઉરથી દૂર છે,
 પુનઃ નિજઉરને સરળતાની સોગાત કરી.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

©ચૈતન્ય જોષી
  રજૂઆત.

રજૂઆત. #કવિતા

147 Views

163c65f04bb27faf105c528eda00827f

ચૈતન્ય જોષી

લાગણીનાં પૂરમાં તણાવું ગમેય ખરું.
આપ્તજન થકી અકળાવું ગમેય ખરું.

વિષય છે ઉરનો; નહીં કે મનનો જરાય,
સ્વજનનું મનમાહીં રમવું ગમેય ખરું.

ક્યારેક આભ કોરુંધાકોર પણ હોઈ શકે,
પ્રેમપદારથે તનમનું ભીંજાવું ગમેય ખરું.

ક્વચિત દૂરથીય નૈકટ્ય પામી જવાતુંને,
નજદીકની દૂરીથી તરસવું ગમેય ખરું.

રંગલાખવત્ ઐક્ય સધાઈ ગયા પછી,
ગુણ અવગુણને સાવ ભૂલવું ગમેય ખરું.

- ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.

©ચૈતન્ય જોષી
  ગમેય ખરું..!

ગમેય ખરું..! #કવિતા

47 Views

163c65f04bb27faf105c528eda00827f

ચૈતન્ય જોષી

એક વિશ્વાસ તારા પર ધરીને બેઠો.
શ્વાસોશ્વાસ તારા પર ધરીને બેઠો.

નથી શ્રદ્ધા રહી દુન્વયી બાબતોમાં,
એક અભ્યાસ તારા પર ધરીને બેઠો.

ખૂબ નિરાશ છું, પણ નારાજ નથી,
એક જ આશ તારા પર ધરીને બેઠો.

ખરીખોટી કોઈ સંભળાવે પણ ખરા!
જગ ઉપહાસ તારા પર ધરીને બેઠો.

સર્વસ્વ છે તું એક મારે ઓ હરિવર,
આસ્થા ખાસ તારા પર ધરીને બેઠો.

- ચૈતન્ય જોષી.' દીપક ' પોરબંદર.

©ચૈતન્ય જોષી
  ધરીને બેઠો.

ધરીને બેઠો. #કવિતા

46 Views

163c65f04bb27faf105c528eda00827f

ચૈતન્ય જોષી

મારા હરિ હરપળ મારું ધ્યાન રાખે.
કરું અરજી કદી તો મારું માન રાખે.

ઝંખના ઊભયની એકમેકને પામવા,
એથી જ પરસ્પર એવું નિશાન રાખે.

ન ચૂકે અવસર કદી સાદ સાંભળીને,
પૂર્ણ કરે પરમેશ ભક્તની શાન રાખે.

ફૂલે ગજગજ છાતી વાત આવતાં,
થાકે ન વખાણતાં એવી જુબાન રાખે.

શું કહું વાત એની સર્વસ્વ છે મારે તો,
પ્રાર્થના સાંભળવાને સરવા કાન રાખે.

આપી અઢળકને થોડું દીધાનું એ કહે,
મને એનામાં સર્વદા એ મસ્તાન રાખે.

-ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

©ચૈતન્ય જોષી
  મારા હરિ.

મારા હરિ. #કવિતા

48 Views

163c65f04bb27faf105c528eda00827f

ચૈતન્ય જોષી

*યાદ કરો.*


ઊઠતાં કે સૂતા પહેલાં ઈશ્વરને હંમેશાં યાદ કરો.
મળ્યો છે દેહ માનવનો ફોગટ ના બરબાદ કરો.

કૃપા એની અઢળક કે તક આપી માનવદેહ દીધો,
કરી પૂજા નાનીશી ને ના મોટી તમે ફરિયાદ કરો.

જુઓ બેજુબાન પશુપંખી પછી કૃપા એની વિચારો,
નથી મળ્યાની યાદી લાંબી; ના એનો વિષાદ કરો.

શું ન કરી શકે કાળા માથાનો માનવી મહેનત કરીને,
ધર્મના નામે હોવાના મતમતાંતર ના એનો વિવાદ કરો.

આવશે એ સારથિ બનવાને; પાત્રતા તો કેળવો તમે,
શ્વાસેશ્વાસે કરી સ્મરણને અશ્રુધારે એને સાદ કરો.
 
 *ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.*

©ચૈતન્ય જોષી
  યાદ કરો.

યાદ કરો. #કવિતા

46 Views

163c65f04bb27faf105c528eda00827f

ચૈતન્ય જોષી

*માણસ.* 


આજે માણસની અંદર ક્યાંક સંતાઈ ગયો છે માણસ.
આજે માણસની અંદર ક્યાંક લપાઈ ગયો છે માણસ.

ચહેરેમહોરે લાગે છે માણસ એની ના નથી જરા પણ ,
લાલચ નામની બૂરી બલામાં એ ફસાઈ ગયો છે માણસ.

વિચાર અને વાતની બાબતમાં માનવ છે એમ જ લાગે,
આચરણની વાત મૂકોને એનાથી ભૂલાઈ ગયો છે માણસ.

પદ,પ્રતિષ્ઠાને પૈસાની પાછળ આંધળી દોટ મૂકે છે એ,
મહત્ત્વકાંક્ષાની મધલાળમાં કેવો ભરખાઈ ગયો છે માણસ.

ઈશ્વરને પણ એ માને છે, પૂજે છે આસ્તિકના મહોરાથી,
માનવતાની મૂડી ગુમાવીને જાણે કે નંખાઈ ગયો છે માણસ.

- *ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.*

©ચૈતન્ય જોષી
  માણસ.

માણસ. #કવિતા

47 Views

163c65f04bb27faf105c528eda00827f

ચૈતન્ય જોષી

હરકોઈને સદાય ગમનારો હસતો ચહેરો.
પ્રસન્નતાને વ્યક્ત કરનારો હસતો ચહેરો.

ચિંતાગ્રસ્તવદન ના કોઈની હો પસંદગી,
મલકાટમાં હાસ્યનો ફુવારો હસતો ચહેરો.

રાજીપો અભિવ્યક્ત થતો પ્રસન્નતા મુખે,
મુખમુદ્રા દેહભાષા ઉચ્ચારો હસતો ચહેરો.

પરિસ્થિતિજન્ય ખુશી હરવખ્ત નથી હોતી,
ક્વચિત હોય નિજાનંદ સહારો હસતો ચહેરો.

જીવન જીવવાની ગુરૂચાવી મનનો આનંદ,
છૂપાયેલ હોય મનના વિચારો હસતો ચહેરો.

વાસ થાય છે પરમાત્માનો પ્રસન્નચિતમાં,
સૌને લાગતો સહજ પ્યારો હસતો ચહેરો.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

©ચૈતન્ય જોષી
  હસતા ચહેરા.

હસતા ચહેરા. #કવિતા

48 Views

loader
Home
Explore
Events
Notification
Profile