Nojoto: Largest Storytelling Platform
solankidilipsinh9598
  • 389Stories
  • 298Followers
  • 3.9KLove
    5.6KViews

Dk Diamond Solanki

Singer poet composer editor choreographer anchor teacher painter ક્રિકેટર

  • Popular
  • Latest
  • Video
1adba6af5eba95639a07b772adf87d43

Dk Diamond Solanki

સ્પંદન

હૂંફ શબ્દોની







કેવી

©Dk Diamond Solanki સ્પંદન

સ્પંદન #Quotes

9 Love

1adba6af5eba95639a07b772adf87d43

Dk Diamond Solanki

"સ્પંદન"

"હૂંફ શબ્દોની"







કેવી

©Dk Diamond Solanki #Heart
1adba6af5eba95639a07b772adf87d43

Dk Diamond Solanki

સ્નેહ, સંગઠન અને 
સાથનો સમન્વય

સમીપ

©Dk Diamond Solanki #TereHaathMein
1adba6af5eba95639a07b772adf87d43

Dk Diamond Solanki

“તમે જતાં રહ્યાં પછી!”

વિશેષ કંઇ થયું નથી, તમે જતાં રહ્યાં પછી !
શ્વસન જરા શમ્યું નથી, તમે જતાં રહ્યાં પછી !

રમત બમત રમે નહીં, કશાયથી રીઝે નહીં ;
હ્રદય હ્રદય રહ્યું નથી, તમે જતાં રહ્યાં પછી !

ચમન,સુમન,નદી,ઝરણ,પહાડ ગીત ને ગઝલ;
ઘણું બધું ગમ્યું નથી, તમે જતાં રહ્યા પછી !

ગલી ગલી, ડગર‌ ડગર, નગર નગર, અવાક છે;
કશું જ ધમધમ્યુ નથી તમે જતાં રહ્યાં પછી !

તમારૂ મુલ્ય કેટલું વધારે કંઇ ખબર નથી;
તમારૂં ઘર જમ્યું નથી તમે જતાં રહ્યાં પછી !

ધબક ધબક જતું રહ્યું પલક જબક જબક નથી,
બીજું કશું ગયું નથી, તમે જતાં રહ્યાં પછી !

                                 – મોહસીન મીર ‘સ્પર્શ

©Dk Diamond Solanki મોહસીન મીર સ્પર્શ ની સુંદર ગઝલ

મોહસીન મીર સ્પર્શ ની સુંદર ગઝલ #Shayari

14 Love

1adba6af5eba95639a07b772adf87d43

Dk Diamond Solanki

ગઝલની
ગરિમા

©Dk Diamond Solanki #PenPaper

11 Love

1adba6af5eba95639a07b772adf87d43

Dk Diamond Solanki

ધીરે ધીરે આખેઆખું વર્ષ હવે બદલાઈ ગયું.
સમય કોઈની રાહ જુએ નહિ, સત્ય હવે સમજાઈ ગયું.

સ્થિર રહીને નિર્ણય લીધા સંબંધોને સાચવવા,
સાચું શું છે,ખોટું શું છે એ પણ તો પરખાઈ ગયું.

આંખો પરથી ભ્રમનો પડદો હળવેહળવે ઉઠી ગ્યો,
ગૂઢ રહસ્યોવાળું જાણે તથ્ય હવે ઉકલાઈ ગયું.

અંધકારનો અસીમ પટ્ટો ફેલાયો તો ગત વર્ષે,
સોનાનો સૂરજ ઊગ્યો ને અજવાળું પથરાઈ ગયું.

ઘણું કર્યું તું સૌના માટે એનો બસ આનંદ રહ્યો,
પુણ્ય કર્મનું ભાથું પરકાજે કાયમ ધરબાઈ ગયું.

જીવન મૃત્યુ ઘટનાક્રમ છે સૃષ્ટિનો એ સ્વીકાર્યું,
ફૂલ સવારે ખીલ્યું સુંદર સાંજે એ કરમાઈ ગયું.

એનું મન તો હિંમતપૂર્વક કરે સામનો આફતનો,
દીપક જેવો પ્રગટાવ્યો કે અંધારું ગભરાઈ ગયું.




✍️દીપકસિંહ સોલંકી "દીપ" આણંદ

©Dk Diamond Solanki #Newyear2024 
દીપક સિંહ સોલંકી "દીપ" આણંદ

#Newyear2024 દીપક સિંહ સોલંકી "દીપ" આણંદ

16 Love

1adba6af5eba95639a07b772adf87d43

Dk Diamond Solanki

કવિ 
સમુદાય

©Dk Diamond Solanki કવિ સમુદાય

કવિ સમુદાય #Poetry

13 Love

1adba6af5eba95639a07b772adf87d43

Dk Diamond Solanki

મારા રાજપુત મિત્રોને અર્પણ એક ગીત





હોય ભલે સોનાની થાળી, કોઇંનું એઠું ચાખું?
બાપુ એટલે બાપુ...






મનના એવા દરિયાદિલ કે ખળખળ કાયમ વહીએ,
લોક મળે રસ્તામાં ભઈલા, "જય માતાજી"કહીએ,
દુશ્મન આવે રણમાં ત્યારે,એક જ ઝટકે કાપું,
બાપુ એટલે બાપુ...



બહેન દીકરી માટે કાયમ ખડે પગે જો રહીએ,
હોય અમારા મનમાં એવું મોઢે સૌને કહીએ,
વચન આબરૂ ખાતર કાયમ મસ્તક મારું આપું,
બાપુ એટલે બાપુ....



-આશિત ધામેચા

©Dk Diamond Solanki આશિત ધામેચા નું રાજપૂતો માટેનું સુંદર ગીત

આશિત ધામેચા નું રાજપૂતો માટેનું સુંદર ગીત #Shayari

14 Love

1adba6af5eba95639a07b772adf87d43

Dk Diamond Solanki

યાદ તારી બહુ સતાવે છે.
તોય મળવાને તું ક્યાં આવે છે?

હોય મળવું તો આવી જાય જ તું,
ક્યા બહાના કોઈ બનાવે છે!

રૂઠવાની મને છે આદત દોસ્ત,
પણ ગમે છે જો તું મનાવે છે.

કંઈ જ સમજણ પડે ના નિર્ણયની,
માર્ગ સાચો મને બતાવે છે.

પ્રેમની સાથે આવે પીડા તો,
ભાવથી સ્મિતથી વધાવે છે.

હું ય કાચો પડું છું જે સ્થાને,
સ્નેહ તું ત્યાંય પણ જતાવે છે.

છે મને ગર્વ તેથી તારા પર,
"દીપ" થી "દીપ" તું જલાવે છે.






✍️દીપકસિંહ સોલંકી "દીપ"🪔 આણંદ #Drown 
ગઝલ - યાદ તારી સતાવે છે 
દીપક સિંહ સોલંકી 🪔દીપ 🪔આણંદ

#Drown ગઝલ - યાદ તારી સતાવે છે દીપક સિંહ સોલંકી 🪔દીપ 🪔આણંદ

117 Views

1adba6af5eba95639a07b772adf87d43

Dk Diamond Solanki

યાદ તારી બહુ સતાવે છે.
તોય મળવાને તું ક્યાં આવે છે?

હોય મળવું તો આવી જાય જ તું,
ક્યા બહાના કોઈ બનાવે છે!

રૂઠવાની મને છે આદત દોસ્ત,
પણ ગમે છે જો તું મનાવે છે.

કંઈ જ સમજણ પડે ના નિર્ણયની,
માર્ગ સાચો મને બતાવે છે.

પ્રેમની સાથે આવે પીડા તો,
ભાવથી સ્મિતથી વધાવે છે.

હું ય કાચો પડું છું જે સ્થાને,
સ્નેહ તું ત્યાંય પણ જતાવે છે.

છે મને ગર્વ તેથી તારા પર,
"દીપ" થી "દીપ" તું જલાવે છે.

✍️દીપકસિંહ સોલંકી "દીપ"🪔 આણંદ

©Dk Diamond Solanki #Drown 
ગઝલ - યાદ તારી સતાવે છે 
દીપક સિંહ સોલંકી 🪔દીપ 🪔આણંદ

#Drown ગઝલ - યાદ તારી સતાવે છે દીપક સિંહ સોલંકી 🪔દીપ 🪔આણંદ

16 Love

loader
Home
Explore
Events
Notification
Profile