Nojoto: Largest Storytelling Platform
bhavnabhatt4968
  • 2.4KStories
  • 44.1KFollowers
  • 29.0KLove
    4.1LacViews

Bhavna Bhatt

*પરિચય* હું ભાવના ભટ્ટ અમદાવાદ રહું છું.. મારો જન્મ આણંદ જિલ્લાના ગામડી ગામમાં થયો હતો અને અમદાવાદ ખાતે લગ્ન થયા રાજેન્દ્ર કુમાર ભટ્ટ સાથે... મને નાનપણથી જ વાંચવાનો અને લખવાનો શોખ છે મારે એક દીકરી છે અને દિકરો છે બન્ને ના લગ્ન થઈ ગયા છે. અને મારુ એક અજબ ગજબ પુસ્તક પ્રકાશિત થયું છે.. હું વોટ્સ ઓપ ના કવિ લેખકોના હરિફાઈના વિવિધ ગ્રુપમાં છું.. મારુ બ્રાહ્મણ મહિલા સેવા સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.. મારી એક કવિતા દિવ્ય ભાસ્કરમા છપાઈ હતી. અખાંડ નંદ, સખી, વિવેકગ્રામ, સ્ત્રી મેગેઝીનમાં મારી વાર્તા છપાઈ છે.. સુરેન્દ્રનગર જિલ્લામાં થી પ્રસિદ્ધ થતા વતનની વાતમાં મારી કવિતા છપાઈ છે. હું પ્રતિલીપી એપ, સ્ટોરી મિરર, એપમાં લખુ છું.. મને સ્ટોરી મિરર અને પ્રતિલીપી અેપ તરફથી પુરસ્કાર પણ મળ્યો છે અને ગિફટ પણ મળી છે અને સર્ટીફીકેટ પણ મળ્યા છે... હિન્દી સાહિત્યમાં બિહાર થી એક હરિફાઈમાં ભાગ લેવા બદલ પ્રથમ નંબરે આવતા ટ્રોફી,ઈનામ અને ગિફટ મળ્યું અને હિન્દી સાહિત્યમાં ઓનલાઈન સંમેલનમાં પ્રમાણપત્રો મળ્યા છે... ભાવના ભટ્ટ ભાવુ અમદાવાદ...

https://youtu.be/jf-q4IYJW8E

  • Popular
  • Latest
  • Video
4dba6dbac6ab970c2d2849aa3f187e8e

Bhavna Bhatt

*મનનાં મનોરથ* ૨૯-૩-૨૦૨૪ 

અંતરના  નાદે ભક્તિ કરું છું મા,
કૃપા કરીને શક્તિ દેજો ચેહર મા.

ભાવના સભર ચિંતન કરું છું મા,
માથે હાથ રાખીને જ્ઞાન દેજો મા‌.

અંતરથી અટલ શ્રદ્ધા રાખું છું મા,
મનનાં હોંકારે વિશ્વાસ દેજો રે મા.

મનનાં  મનોરથ પૂર્ણ કરજો  મા,
બાળક સમજીને  ફળ તું દેજે મા.

મનડું હરપલ ઝંખે  તને ચેહર મા,
દર્શન આપીને પાવન કરજો રે મા.
*કોપી આરક્ષિત* #*©*
*ભાવના ભટ્ટ અમદાવાદ..*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #retro મનનાં મનોરથ... #nojoto❤

#retro મનનાં મનોરથ... nojoto❤ #કવિતા

13 Love

4dba6dbac6ab970c2d2849aa3f187e8e

Bhavna Bhatt

BeHappy *વિશ્વ રંગમંચ દિન* ૨૮-૩-૨૦૨૪

કલાકાર ત્યાં સુધી જ કલાકાર રહે છે,
  જ્યાં સુધી રંગમંચ સાથે જોડાયેલું છે,
જીવનમાં તમારી અદાકારી કેટલાને
ઉપયોગી બની એ મહત્વનું છે.
સાચાં કલાકારો રંગમંચ સાથે
જોડાયેલા રહે છે...
*કોપી આરક્ષિત* #*©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #beHappy વિશ્વ રંગમંચ દિન... #nojoto❤

#beHappy વિશ્વ રંગમંચ દિન... nojoto❤ #સમાજ

14 Love

4dba6dbac6ab970c2d2849aa3f187e8e

Bhavna Bhatt

*કેમ રિસાયા*  ૨૮-૩-૨૦૨૪

ઓ ચેહર મા કેમ રિસાયા છો રે,
કોઇ તો મારા માવડી ને મનાવો રે.

ભકતો તમારાં મા દુઃખમાં પોકારે રે,
અરજ સુણી વ્હારે આવો માવડી રે.

 માવતર  દૂર કરો આ મુશ્કેલીઓ રે,
હાથ જોડી વિનંતી કરે છે બાળકો રે.

સાંભળો અરજી તમારાં ભકતોની રે,
સાંભળો ભાવનાની વિનંતી માવડી રે.

તમારાં જ બાળ છીએ ના તરછોડો રે,
માફ  કરીને અમને આવીને  ઉગારો રે.

આવો ચેહર મા આફતોથી બચાવો રે,
આપો મા દર્શન જેથી દુઃખ દૂર થાય રે.
*કોપી આરક્ષિત* #*©*
*ભાવના ભટ્ટ અમદાવાદ.*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #oddone કેમ રિસાયા... #nojoto❤

#oddone કેમ રિસાયા... nojoto❤ #કવિતા

12 Love

4dba6dbac6ab970c2d2849aa3f187e8e

Bhavna Bhatt

ફેવીકીક લગાવી દેવી...😝😁😝... #nojoto❤

ફેવીકીક લગાવી દેવી...😝😁😝... nojoto❤ #કોમેડી

144 Views

4dba6dbac6ab970c2d2849aa3f187e8e

Bhavna Bhatt

*સહાય કરે છે* ૨૬-૩-૨૦૨૪

માતા ડગલે ને પગલે સહાય કરે છે,
બોલ નિકળેલા સૌ મા  પૂરાં કરે છે.

દયાળુ માવતર કેવી લીલાઓ રચે છે,
પામર જીવને ક્યાં કોઈ સમજ પડે છે.

ચામુંડાનો અવતાર રીઝે રાજપાટ દે છે,
શક્તિની  આરાધના જીવન સંવારે છે.

ચેહર મા જપે એનો બેડો પાર કરે છે,
મંત્ર, તંત્ર નહીં પણ ભાવના જુએ છે.

માનો તો વાયુવેગે વ્હારે આવે છે મા,
ન માનો તો ટાણું આવે બતાવે છે મા.
*કોપી આરક્ષિત*

©Bhavna Bhatt #longdrive સહાય કરે છે... #nojoto❤

#longdrive સહાય કરે છે... nojoto❤ #કવિતા

12 Love

4dba6dbac6ab970c2d2849aa3f187e8e

Bhavna Bhatt

*આનંદ ધૂળેટીનો* ૨૫-૩-૨૦૨૪

આનંદ તો ધૂળેટીનો અનેરો છવાયો છે,
ગોરના કુવે માવડી રંગોત્સવ ઉજવે છે.

લાલ,પીળો, ગુલાબી રંગે માતા રમે છે,
નવદુર્ગા ભરી પિચકારી  મારી હસે છે.

ભાવના રંગોથી ચાચર ચોક રંગાયો છે,
મેઘધનુષના રંગો જાણે શોભી રહ્યાં છે.

દેવીઓનાં આનંદથી ધરતીમા ખુશ છે,
આકાશમાંથી દેવો  પુષ્પો વરસાવે છે.

ધૂળેટી પર્વની ઉજવણી રંગે રંગાઈ છે,
ચેહર માનાં મુખ પર સ્મિત રમી રહ્યું છે.
*કોપી આરક્ષિત* #*©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #Holi આનંદ ધૂળેટીનો... #nojoto❤

#Holi આનંદ ધૂળેટીનો... nojoto❤ #કવિતા

15 Love

4dba6dbac6ab970c2d2849aa3f187e8e

Bhavna Bhatt

*માવડી હોળી ઉજવે* ૨૪-૩-૨૦૨૪

માવડીઓ હોળીની ઉજવણી કરે છે,
નવદુર્ગા મા હોળીની પ્રદક્ષિણા કરે છે.

ગોરના કુવે હોળી મહોત્સવ ઉજવે છે,
ચેહર મા હરખે હૈયેથી આશિષ દે છે.

ભકતો ધાણી,ખજૂરનો પ્રસાદ આપે છે,
દર્શનાર્થે આવેલા સૌ  આનંદ માણે છે.

ભાવના હોળીનો તહેવાર રંગો લાવે છે,
ધૂળેટી પર્વ રંગબેરંગી માહોલ સર્જે છે.

માઈ ભક્ત રમેશભાઈ દુવાઓ આપે છે
ચેહર મા નાં આશિર્વાદ સતત વર્ષે છે.

ચાર રસ્તે ઠેરઠેર હોલિકાદહન થાય છે,
ચેહર મા સખીઓ સાથે જોવા આવે છે
*કોપી આરક્ષિત* #*©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #holikadahan માવડી હોળી ઉજવે... #nojoto❤

#holikadahan માવડી હોળી ઉજવે... nojoto❤ #કવિતા

14 Love

4dba6dbac6ab970c2d2849aa3f187e8e

Bhavna Bhatt

*શહીદોને દિલથી સલામી* ૨૩-૩-૨૦૨૪

શહીદોને 
શબ્દો ની હોય,
દિલથી સલામી હોય ને
વિચારોની યાત્રા હોય.
આઝાદી માટે એ
પ્રાણવાયુ સમાન છે..
૨૩ માર્ચ શહીદ દિવસ..
શહીદોને શ્રદ્ધાંજલિ સાથે જય હિંદ..
વંદેમાતરમ્..
*કોપી આરક્ષિત* #*©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #shaheeddiwas શહીદોને... #nojoto❤

#shaheeddiwas શહીદોને... nojoto❤ #જીવન

14 Love

4dba6dbac6ab970c2d2849aa3f187e8e

Bhavna Bhatt

*નિયમો પાળો* ૨૩-૩-૨૦૨૪

માવતર  આપે  એવું કોઈ નાં આપે,
એનાં નિયમો પાળો તો માગ્યું આપે.

બાળક બનીને રહીએ તો મા કૃપા કરે,
એ  ઘડપણમાંય  બાળપણ  બેઠું કરે.

ભરોસો રાખીએ તો ભવપાર ઉતારી દે,
  માવડી ભરોસાની સદાયે લાજ રાખે.

તરછોડાયેલા દુઃખીની એ બેલી બને છે,
ગોરના કુવે હાજરાહજુર ચેહર મા છે.

પરચા આપનારી 'મા'ના શું વખાણ કરું,
ભાવના  સભર હૈયેથી  એને નમન કરું.
*જય ચેહર મા સૌની મનોકામના પૂર્ણ કરજો*
*કોપી આરક્ષિત* #*©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #hibiscussabdariffa નિયમો પાળો... #Nijoto

#hibiscussabdariffa નિયમો પાળો... #Nijoto #કવિતા

16 Love

4dba6dbac6ab970c2d2849aa3f187e8e

Bhavna Bhatt

*પાવનકારી નામ* ૨૨-૩-૨૦૨૪

આ જગમાં પાવનકારી નામ તારું મા,
અંતરથી  રટણ તારૂં જ થાય છે  મા.

સંસાર તો સુખ દુઃખનો સાગર છે મા,
કરુણામય ચેહર આધાર તારો છે મા.

મોહ, લોભ  ડૂબાડે હાથ ઝાલોને મા,
ભાવના ભર્યા ભાવથી પોકાર્યા છે મા.

આ  સંસાર તો  અસાર છે ચેહર મા,
સંકટમાં થી ઉગારવા તું આવે છે મા.

ચેહર સાચું સુખ તવ ચરણોમાં છે મા,
મનની શાંતિ તો  તવ  શરણમાં છે મા. 

તારી કૃપાથી રોજ સુખનો સૂરજ છે મા,
અકબંધ રહે આસ્થા એ અરજ છે મા.
*કોપી આરક્ષિત* #*©*
*ભાવના ભટ્ટ અમદાવાદ.*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #bicycleride પાવનકારી નામ... #nojoto❤

#bicycleride પાવનકારી નામ... nojoto❤ #કવિતા

13 Love

loader
Home
Explore
Events
Notification
Profile