Nojoto: Largest Storytelling Platform
jayatri4208
  • 40Stories
  • 40Followers
  • 344Love
    954Views

krupa atri

love 💕you જિંદગી...

  • Popular
  • Latest
  • Video
80fc67b67f29d0952e4a1dd57b6b27e2

krupa atri





સોનાની આ નગરી સોનેરી એવો રંગ.
નામ જેના ઝાઝા દ્વારિકાધીશ એવો રાજા.
   
યાદવ કુળની હોય અહી વાત.
મહેમાન બની આવે આ જગતનો તાત.

મુરલી વાળો રેલાવશે ધુંન કઈક ખાસ 
યોજાય રહ્યો છે દ્વારિકાના આંગણે "મહારાસ".

રચાવા જઈ રહ્યો છે ઇતિહાસ કઈક પહેલીવાર આવો.
આહીર રાણીઓ જીલસે એનો ભાર લેશે સુંદર લ્હાવો

સોળે શણગાર સજી સોહાય  છે દ્વારિકા નગરી આજ.
સ્વયં ઊભો હોય કાળિયો ઠાકર જાણે સ્વાગતને કાજ

લાલ લીલું ઓઢણું કેવો જામશે અનેરો રંગ
કૃષ્ણ પણ દોડી આવશે અષ્ટ પટરાણીઓને સંગ .

ખૂબ ખૂબ અભિનંદન આહીરો ને આ પ્રસંગે.
રમજો રાણીઓ તમે ખૂબ ખૂબ ઉમંગે.

                               "અભિનંદન સહ".
                                          કૃપા અત્રી.
  all the best..👍

©krupa atri
80fc67b67f29d0952e4a1dd57b6b27e2

krupa atri

સૂઈ જાય છે નસીબ  ક્યારેક કલ્પનાના આધારે.
તો ક્યારેક અનાયશે જ કરાવે છે મુલાકાત વાસ્તવિકતા સાથે
ને વળી પાછું ખોવાઈ જાય છે ક્યાંક મારા જ સપનામાં
ને ધીરેથી આવી ને કહી જાય છે કાનમાં..
જાગી જા હવે  સવાર થઈ ગઈ...!
જે છે એતો છે જ નહિ...

©krupa atri
  નસીબ

નસીબ #કવિતા

102 Views

80fc67b67f29d0952e4a1dd57b6b27e2

krupa atri

કૃષ્ણ કેરી ભક્તિ,વાંસળી નો કેવો સુર...!
ગોવિંદ કેરું ગાન, શ્યામ શું તારું વર્ણન...!
હરી કેરા દર્શન,મનમોહન કેવુ તારું રૂપ...!
ભગવાન કેરું ભજન,રણછોડ કેવુ તારું રટણ.
ગાયોનો ગોવાળ,કેવો ત્રિભુવન નો નાથ...!
માખણ ખાતો ચોરીને,માખણચોર કેવુ નામ...!
સોના કેરી બનાવી સુંદર,કેવી દ્વારિકા નગરી...!
દ્વારિકાધીશ સાક્ષાત બિરાજે કેવુ અદભુત દર્શન...!
મુરલીધરની મ્હેર છે,કનૈયા કેવી લ્હેર....!
કૃષ્ણ દ્રષ્ટિ કૃપા વરસે, કેવો અદભૂત વરસાદ...!
સ્વર્ગ જેવું સુંદર સોહાય,કેવુ સોહામણું ગામ....!
પગપાળા આવે યાત્રાળુ,કેવુ તીરથ ધામ...!
રહેવાસી અમે દ્વારિકા નગરીના,કેવા ભાગ્યશાળી...!
કાનુડા ભેળો સહવાસ અમારો,કેવો સફળ જન્મારો...!
સ્વર્ગ જાણે ધરા પર ઉતર્યું,કેવો આનંદ થાય....!
જગતનો નાથ સ્વયં બિરાજે.
કેવી ધન્ય ધરણી ગુજરાત....!

©krupa atri

12 Love

80fc67b67f29d0952e4a1dd57b6b27e2

krupa atri

કૃષ્ણ છેને મારી સાથે .
બસ નથી કોઈ ભાર મારી માથે.
એણે જોય લીધું છે એકવાર મારી સામે.            
બસ નથી જોવું મારે દુનિયા સામે.
એનો વિશ્વાસ છે મારી સાથે.
બસ નથી રાખવી આશ કોઈ પાસે.
એણે પકડ્યો છે હાથ મારો.
બસ નથી જોતો સાથ કોઈનો.
એના તેજથી છે ઉજાસ મારા જીવનમાં.
બસ નથી ડરવું મારે અંધારામાં.

©krupa atri

10 Love

80fc67b67f29d0952e4a1dd57b6b27e2

krupa atri

#WorldEnvironmentDay ઠંડી હોય કે પછી હોય વરસાદ રહીએ અડીખમ ઊભા..
તડકાના ધૂમ તાપમાં આપીએ મીઠો છાયડો.
ટાઢ ,તાપ વરસાદથી મળે રક્ષણ બનાવવા દઇએ પંખીને માળો.
મારે ભલે કોઈ પથ્થર ઘા જીલી પ્રેમથી આપીએ ફળ મીઠાં.
શિયાળો ઉનાળો ચોમાસું રહી બારેમાસ હસતા..
સર્વસ્વ ત્યાગીને પણ કરીએ બધાની સેવા..
ચાલો આપણે થઇએ વૃક્ષ જેવા..

©krupa atri #WorldEnvironmentDay
80fc67b67f29d0952e4a1dd57b6b27e2

krupa atri

આ તે કેવા કિનારાના માનવી બનીને રહી ગયા અમે ઈશ્વર.
જ્યાં જિંદગી તો છે પણ મોત ને ભેટી ને જીવવું પડે છે.
જ્યાં વસ્તી તો છે પણ માણસ માણસથી દૂર રહે છે.
નથી કોઈની ખુશીમાં સામેલ થઈ શકાતું.
નથી કોઈના દુઃખમાં ભાગીદાર બની શકાતું.
એક પછી એક સગો જાય છે એક પછી એક આઘાત લાગે છે.
પંખીની માળો વિખાતો જણાય છે...
આવી મુશ્કેલીના સમયે નથી કોઈ ને ગળે લગાડી આશ્વાસન આપાતું.
કે નથી કોઈની રડતી આંખોના આંસુ લૂછવા જવાતું..
બસ બધું online onine ને online...
આ તે કેવી વિડંબણા છે પ્રભુ..
લાગણીઓ પણ online પર આવી ને અટકી છે.
                                                                            📝 કૃપા અત્રી.

©krupa atri

7 Love

80fc67b67f29d0952e4a1dd57b6b27e2

krupa atri

અરીસો  જ્યારે હું હસું છું ત્યારે એ પણ હસે છે.
જ્યારે હું રડું છું ત્યારે એ પણ રડે છે.
ભલે સમય ગમે એવો આવે 
ભલે આખી દુનિયા મારો સાથ છોડી દે..
પણ એ મારો સાથ જીવનના અંત સુધી નહિ છોડે..
આ વાત હું ગળા સુધીના વિશ્વાસ સાથે કહી શકું છું..
હું વાત અરીસા ની કરું છું.
કોઈ માણસ ની નહિ..

©krupa atri #અરીસો

#અરીસો

10 Love

80fc67b67f29d0952e4a1dd57b6b27e2

krupa atri

નહિ સુધારેને તું તારી વૃત્તિ...
બેઠો છે આજ અંધારે પ્રકાશની શોધમાં પણ જ્યારે હતું
સ્વયં તેજ તારી જ પાસે ત્યારે કેમ રહ્યો તું અંધારામાં...?
નમ આંખોથી મારવી પડે છે આજ તારે છાપ અંગૂઠાની...
પણ જ્યારે હતી પેન તારા હાથમાં ત્યારે 
કેમ કરી તેં અવજ્ઞા કાગળની..?
કાંપતા હાથે કરવી પડે છે આજ તારે મજૂરી આમ.
પણ જ્યારે હતો તું ખુદ એક હાલતું ચાલતું મશીન.
ત્યારે કેમ રખડ્યો તું બેફામ..?
હવે નથી સમય તારી પાસે જરાક તો કર વિચાર.
જતી જિંદગીએ પડે છે તું આમ પાછો..
પણ હતો જ્યારે તારા જ હાથમાં સમય એક સાચો.
ત્યારે કેમ રહ્યો તું વિદ્યાર્થી કાચો...?

©krupa atri

10 Love

80fc67b67f29d0952e4a1dd57b6b27e2

krupa atri

મારો એક Best friend છે કૃષ્ણ...
 એ મને દેખાતો તો નથી ક્યારેય પ્રત્યક્ષ
 પણ એ મારી સાથે જ છે એ અહેસાસ છે મને
 મારી હજારો ભૂલો છતાં એણે મારો સાથ 
 ક્યારેય નથી છોડયો અને છોડશે પણ નહિ.
 મારો એ વિશ્વાસ છે ને એની વફાદારી..

©krupa atri

7 Love

80fc67b67f29d0952e4a1dd57b6b27e2

krupa atri

એક બાત કહું....
 કભી કભી યહ Camera ભી
 જરૂરી હોતા હૈ life મૈં ક્યોકી..
 Mirror કભી past નહિ દીખાતા.

©krupa atri

9 Love

loader
Home
Explore
Events
Notification
Profile