Nojoto: Largest Storytelling Platform
kishan7606659978606
  • 51Stories
  • 421Followers
  • 806Love
    39Views

Kishan Kanani

  • Popular
  • Latest
  • Video
990f06e20ed94ebc2f98ef23d63324ea

Kishan Kanani

33 Views

990f06e20ed94ebc2f98ef23d63324ea

Kishan Kanani

છલકતી ચાંદની છતાં અંધકાર ફેલાયો છે,
      હતો હાથોમાં હાથ છતાં દૂર ખસેડી દેવાયો છે,

થતી હશે ઝંખના હ્રદયના કોઇ ખૂણામાં જરૂર,
       નામ સાથે અમર થયાં પણ વિયોગ લખાયો છે,
  
વર્ષોનાં વિતવાથી કદી યાદો ન વિસરાય જાય,
      યાદોનાં સહારે તો ઈતિહાસ આપણો લખાયો છે,

યુગ બદલાયાં ભલે પ્રતિક આપણે જ રહ્યાં,
     આપણો વિયોગ પ્રેમનો સાચો અર્થ ગણાયો છે,

ન દર્શાવ ખૂદને હૂબહૂ શબ્દોનાં માધ્યમથી "સુરજ",  
     અહીં લાગણી લખનારને જ ઘાયલ ગણાયો છે,
                            સુરજ #gujarat #surat #india #nojoto
990f06e20ed94ebc2f98ef23d63324ea

Kishan Kanani

https://chat.whatsapp.com/LXQUNpxYpzGJ8Sk3rfepcM

whotsspp 
notojo femeliy Gujarat 
welcome #gujarat #surat
990f06e20ed94ebc2f98ef23d63324ea

Kishan Kanani

तारीफ  चेहरे  की नहीं चरित्र की होनी चाहिए,
अच्छा चेहरा बनाने में बस कुछ ही मिनट लगते हैं लेकिन अच्छा चरित्र बनाने में पूरा जीवन। #gujarat #surat #india #nojoto
990f06e20ed94ebc2f98ef23d63324ea

Kishan Kanani

*મનુષ્ય જીવન માટે અગત્ય ના જાણવા લાયક પ્રશ્નોત્તરી*

*પ્રશ્ન -૧:હું કોણ છુ ?* 
જવાબ -  તમે ના તો આ શરીર છો, ના ઇન્દ્રિયો, ના મન, ના બુદ્ધિ. તમે શુદ્ધ ચેતના છો જે સર્વ સાક્ષી છે. 
*પ્રશ્ન -૨: જીવન નો ઉદ્દેશ શુ છે ?* 
જવાબ - જીવન નો ઉદ્દેશ એજ ચેતના ને જાણવાનો છે, જે જન્મ અને મરણ ના બંધન થી મુક્ત છે. એને જાણવું જ મોક્ષ છે. 
*પ્રશ્ન -૩: જન્મ નું કારણ શું છે?* 
જવાબ -  અતિરિક્ત વાસનાઓ, કામનાઓ અને કર્મ ફળ જ જન્મ નું કારણ છે. 
*પ્રશ્ન - ૪: જન્મ અને મરણ ના બંધન થી મુક્ત કોણ છે ?* 
જવાબ -  જેણે સ્વયં ને એટલે કે એ આત્મા ને જાણી લીધો, તે જન્મ અને મરણ ના બંધન થી મુક્ત છે. 
*પ્રશ્ન -૫: વાસના અને જન્મ નો શું સંબંધ છે ?* 
જવાબ -  જેવી વાસના તેવો જન્મ. જો વાસનાઓ પશુ જેવી તો પશુ યોની માં જન્મ અને વાસનાઓ માણસ જેવી તો મનુષ્ય યોની માં જન્મ. 
*પ્રશ્ન -૬: સંસાર માં દુઃખ કેમ છે ?*
 જવાબ -  લાલચ, સ્વાર્થ અને ભય સંસાર ના દુઃખ નું કારણ છે. 
*પ્રશ્ન -૭  : ઈશ્વરે દુઃખ ની રચના કેમ કરી ?* 
જવાબ -  ઈશ્વરે સંસાર ની રચના કરી પરંતુ મનુષ્યે પોતાના વિચારો અને કર્મો થી સુખ અને દુઃખ ની રચના કરી. 
*પ્રશ્ન - ૮:  શું ઈશ્વર છે ?* 
*તે કોણ છે ?* 
*તેનું સ્વરૂપ શુ છે ?* 
*તે સ્ત્રી છે કે પુરુષ છે ?* 
જવાબ -  કારણ વિના કાર્ય થતું નથી. આ સંસાર એ જ કારણ ના અસ્તિત્વ નું પ્રમાણ છે. તમે છો એટલે એ પણ છે. એ જ મહાન કારણ ને અધ્યાત્મ માં ઈશ્વર કહેવામાં આવ્યા છે. એ ના તો સ્ત્રી છે ના પુરુષ. એમનું સ્વરૂપ સત્ત ચિત્ત આનંદ છે, તે અનાકાર જાતે જ દરેક રૂપો માં સ્વયં ને વ્યક્ત કરે છે. 
*પ્રશ્ન -૯ : તે અનાકાર શું કરે છે ?* 
જવાબ -  તે અનાકાર ઇશ્વર સંસાર ની રચના, પાલન અને સંહાર કરે છે. 
*પ્રશ્ન - ૧૦ : જો ઈશ્વરે સંસાર ની રચના કરી તો ઈશ્વર ની રચના કોને કરી ?* 
જવાબ -  ઇશ્વર અજન્મા, અમૃત અને અકારણ છે. 
*પ્રશ્ન - ૧૧ :  ભાગ્ય શું છે ?* 
જવાબ -  દરેક ક્રિયા, દરેક કર્મ નું એક પરિણામ છે. પરિણામ સારું પણ હોઈ શકે છે, પરિણામ ખરાબ પણ હોઇ શકે છે. આ પરિણામ જ ભાગ્ય છે. આજ નો પ્રયત્ન આવતી કાલ નું ભાગ્ય છે. 
*પ્રશ્ન - ૧૨ : સુખ અને શાંતિ નુ રહસ્ય શું છે ?* 
જવાબ -  સત્ય, સદાચાર, પ્રેમ અને ક્ષમા સુખ નુ કારણ છે. અસત્ય, અનાચાર, ઘૃણા અને ક્રોધ નો ત્યાગ શાંતિ નો માર્ગ છે. 
*પ્રશ્ર્ન - ૧૩ :  ચિત્ત ઉપર નિયંત્રણ કઇ રીતે સંભવ છે ?* 
જવાબ -  ઈચ્છાઓ અને કામનાઓ ચિત્ત માં ઉદ્વેગ ઉત્પન્ન કરે છે. આ ઈચ્છાઓ અને કામનાઓ પર જીત એ જ ચિત્ત ઉપર વિજય છે. 
*પ્રશ્ન - ૧૪ : સાચો પ્રેમ શુ છે ?*
જવાબ -  સ્વયં ને હર એક માં દેખવું એ જ સાચો પ્રેમ છે. સ્વયં ને સર્વ વ્યાપ્ત દેખવું એ જ સાચો પ્રેમ છે. સ્વયં ને હર એક માં એક સાથે દેખવું એ જ સાચો પ્રેમ છે. 
*પ્રશ્ન - ૧૫ : તો પછી મનુષ્ય હર એક ને પ્રેમ કેમ નથી કરતો ?* 
જવાબ -  જે સ્વયં ને હર એક માં નથી જોઈ શકતો, તે હર એક ને પ્રેમ નથી કરી શકતો. 
*પ્રશ્ન - ૧૬ : આસક્તિ શું છે ?* 
જવાબ-  પ્રેમ માં માંગણી, અપેક્ષા અને અધિકાર એ જ આસક્તિ છે. 
*પ્રશ્ન -૧૭ : બુદ્ધિમાન કોણ છે?*
 જવાબ -  જેની પાસે વિવેક છે તે બુદ્ધિમાન છે. 
*પ્રશ્ન -૧૮ : નશો શું છે ?* 
જવાબ -  આસક્તિ એ જ નશો છે . 
*પ્રશ્ન - ૧૯ : ચોર કોણ છે ?* 
જવાબ -  ઇન્દ્રિયો ના આકર્ષણ થી જે ઇન્દ્રિયો ને હરી લે છે, તે ચોર છે. 
*પ્રશ્ન - ૨૦ : જાગતા હોવા છતાં સૂતું કોણ છે ?* 
જવાબ-  જેને આત્મા ને નથી જાણ્યો, તે જાગતા હોવા છતાંય સૂતો છે. 
*પ્રશ્ન - ૨૧ : ક મળ ના પત્તા ઉપર પડેલા જળ ની જેમ અસ્થાયી શું છે ?* 
જવાબ -  યૌવન, ધન અને જીવન કમળ ના પત્તા ઉપર પડેલા જળ ની જેમ અસ્થાયી છે. 
*પ્રશ્ન - ૨૨ : નર્ક શું છે?*
 જવાબ -  ઇન્દ્રિયો માં રચ્યાપચ્યા રહેવું અને ઇન્દ્રિયો સાથે દાતત્મ્ય રાખવુ એ જ નર્ક છે.
 *પ્રશ્ન -૨૩ : મુક્તિ શું છે?* 
જવાબ -  અનાસક્તિ એ જ મુક્તિ છે. 
*પ્રશ્ન - ૨૪ : દુર્ભાગ્ય નું કારણ શું છે ?* 
જવાબ -  મદ અને અહંકાર દુર્ભાગ્ય નું કારણ છે. 
*પ્રશ્ન - ૨૫ : સૌભાગ્ય નું કારણ શું છે ?* 
જવાબ -  સત્સંગ અને હર એક પ્રત્યે મૈત્રી ભાવ સૌભાગ્ય નું કારણ છે. 
*પ્રશ્ન - ૨૬ : સર્વે દુઃખો નો નાશ કોણ કરી શકે છે?* 
જવાબ-  જે બધું છોડવા તૈયાર છે, તે સર્વે દુઃખો નો નાશ કરી શકે છે. 
*પ્રશ્ન - ૨૭ : મૃત્યુપર્યંત યાતના કોણ આપે છે?*
 જવાબ -  ગુપ્તરૂપે કરેલા અપરાધ મૃત્યુપર્યંત યાતના આપે છે. 
*પ્રશ્ન -૨૮ : દિવસ રાત કયો વિચાર કરવો જોઈએ?* 
જવાબ-  દિવસ રાત સાંસારિક સુખો ની ક્ષણભંગુરતા નો વિચાર કરવો જોઈએ. 
*પ્રશ્ન - ૨૯ : સંસાર ને કોણ જીતી શકે છે ?* 
જવાબ -  જેના માં સત્ય અને શ્રદ્ધા છે, તે જ સંસાર ને જીતી શકે છે. 
*પ્રશ્ન - ૩૦ : ભય થી મુક્તિ કઈ રીતે સંભવ છે ?* 
જવાબ -  વૈરાગ્ય થકી ભય થી મુક્તિ સંભવ છે.
*પ્રશ્ન - ૩૧ : મુક્ત કોણ છે ?* 
જવાબ -  જે અજ્ઞાન થી પર છે તે મુક્ત છે. 
*પ્રશ્ન -૩૨ : અજ્ઞાન શું છે?* 
જવાબ -  આતમ જ્ઞાન નો અભાવ એ જ અજ્ઞાન છે. 
*પ્રશ્ન -૩૩ : દુઃખો થી મુક્ત કોણ છે?*
જવાબ -  જે કદાપિ ક્રોધ નથી કરતો, તે સર્વદા દુઃખો થી મુક્ત છે. 
*પ્રશ્ન - ૩૪ : એવું શું છે કે જે છે પણ અને નથી પણ?* 
જવાબ -  માયા 
*પ્રશ્ન - ૩૫ : માયા શું છે ?* 
જવાબ -  નામ અને રૂપધારી નાશવંત જગત એ જ માયા છે. 
*પ્રશ્ન -૩૬ : પરમ સત્ય શું છે ?* 
જવાબ -  બ્રહ્મ એ જ પરમ સત્ય છે..... #GUJARAT #SURAT #INDIA #NOJOTO #KISHAN #KANA #AMRELI
990f06e20ed94ebc2f98ef23d63324ea

Kishan Kanani

મારી "વ્યથા" અનુભવી શકે એવું  "હૃદય"  તારી પાસે નથી...
અને
હું તને સમજાવી શકું એવા "શબ્દો"  મારી પાસે નથી.. #Gujarat #surat #india #nojoto #amreli
990f06e20ed94ebc2f98ef23d63324ea

Kishan Kanani

સમય ની પાસે પણ સમય નથી #Gujarat #surat #india
990f06e20ed94ebc2f98ef23d63324ea

Kishan Kanani

 #Gujarat
990f06e20ed94ebc2f98ef23d63324ea

Kishan Kanani

જો હું  એક શબ્દ છું,
તો તું એના અર્થથી વધુ કંઈ હોઈ જ ના શકે...

10 Love

990f06e20ed94ebc2f98ef23d63324ea

Kishan Kanani

दुर रहना मंजूर नहीं 
ओर साथ रहना तकदीर में नहीं #surat #gujarat #nojoto #amreli #navshari
loader
Home
Explore
Events
Notification
Profile