Nojoto: Largest Storytelling Platform
mohanbhaiparmar1307
  • 833Stories
  • 613Followers
  • 9.7KLove
    13.2KViews

Mohanbhai आनंद

poet

  • Popular
  • Latest
  • Video
9d8613e41e6ec3a9b877347d45696a81

Mohanbhai आनंद

Blue Moon ત્યાગ માર્ગે મોક્ષની કળ ગોઠવી છે.
ખાસ ભ્રમણા મનની આજે તોડવી છે.

કેમ સમજાવું હું જીવને સુખ છે ક્યાં?
વૃત્તિ આભાસી ખરેખર છોડવી છે.

સ્વાર્થથી ફેલાય છે જુઠ્ઠી જ દુનિયા,
ત્યાગનાં દર્પણમાં દુનિયા તોલવી છે.

જાણવી છે ગતિ અકળ કર્મો ભણીની,
જ્ઞાનની ગંગામાં  ડૂબકી મારવી છે.

ચોતરફ નર્તન કરે, તૃષ્ણા જીવનમાં ,
જિંદગી આનંદમાં બસ જોડવી છે.

©Mohanbhai आनंद
  #bluemoon ત્યાગ માર્ગે મોક્ષની કળ ગોઠવી છે.
ખાસ ભ્રમણા મનની આજે તોડવી છે.

કેમ સમજાવું હું જીવને સુખ છે ક્યાં?
વૃત્તિ આભાસી ખરેખર છોડવી છે.

સ્વાર્થથી ફેલાય છે જુઠ્ઠી જ દુનિયા,
ત્યાગનાં દર્પણમાં દુનિયા તોલવી છે.

#bluemoon ત્યાગ માર્ગે મોક્ષની કળ ગોઠવી છે. ખાસ ભ્રમણા મનની આજે તોડવી છે. કેમ સમજાવું હું જીવને સુખ છે ક્યાં? વૃત્તિ આભાસી ખરેખર છોડવી છે. સ્વાર્થથી ફેલાય છે જુઠ્ઠી જ દુનિયા, ત્યાગનાં દર્પણમાં દુનિયા તોલવી છે.

189 Views

9d8613e41e6ec3a9b877347d45696a81

Mohanbhai आनंद

White ભલા ભાવે, જ દિલ ભોળા પડ્યા છો,
તથા પ્રેમાળ થઇ સાચ્ચે ભળ્યા છો.

જુઠ્ઠાણા ને રહ્યા વળગી જિંદગી ભર,
તમે સતને કદી પણ ક્યાં અડ્યા છો.

ભૂલ્યા ચોક્કસ એ ઠેકાણું જ ખુદનું,
અમસ્તા એમ જ રખડી વળ્યા છો.

સમજદારી છે ત્યારે કશુંય કહેવું કેમ?
ઉખાણાંની  તમે માફ્ક  જીવ્યાં છો.

વસંતની જ્યાં સવારી છે પધારી,
તમે દસ્તક દઈ દિલમાં, નમ્યા છો 

સુરાહી મમાં મળ્યો છે ફેફ કેવો?
તો કેફી આંખથી આખા ભળ્યા છો.

©Mohanbhai आनंद
  #Night 

ભલા ભાવે, જ દિલ ભોળા પડ્યા છો,
તથા પ્રેમાળ થઇ સાચ્ચે ભળ્યા છો.

જુઠ્ઠાણા ને રહ્યા વળગી જિંદગી ભર,
તમે સતને કદી પણ ક્યાં અડ્યા છો.

#Night ભલા ભાવે, જ દિલ ભોળા પડ્યા છો, તથા પ્રેમાળ થઇ સાચ્ચે ભળ્યા છો. જુઠ્ઠાણા ને રહ્યા વળગી જિંદગી ભર, તમે સતને કદી પણ ક્યાં અડ્યા છો. #Poetry

225 Views

9d8613e41e6ec3a9b877347d45696a81

Mohanbhai आनंद

પ્રશ્ન મનમાં કેમ આવ્યો એ મજા છે,
મૌનમાં સંવાદ થાતો જો અદા છે.

વેદના વાંચી શક્યો છું એટલે બસ,
આંસુડા ધારે વહ્યો છું એ વફા છે.

આપમાં વિશ્વાસ જ્યાં રાખ્યો પછી જ,
શ્વાસ અટકી જાય ચોક્કસ ત્યાં ખફા છે.

શબ્દમાં તો છે જીવન પ્યારે ભૂલ્યો તું,
વ્યર્થ ચર્ચામાં ફસાયો એ જફા  છે.

જાણવાનું છે ઘણું પણ તું અજાણ્યો,
એક અધૂરો પૂર્ણતાથી ક્યાં વફા છે.

શૂન્યમાં ઘર બાંધવાનો છે મનોરથ,
પૂર્ણ જ્યાં આનંદ પામે એ સદા છે

©Mohanbhai आनंद
  #lakeview પ્રશ્ન મનમાં કેમ આવ્યો એ મજા છે,
મૌનમાં સંવાદ થાતો જો અદા છે.

વેદના વાંચી શક્યો છું એટલે બસ,
આંસુડા ધારે વહ્યો છું એ વફા છે.

આપમાં વિશ્વાસ જ્યાં રાખ્યો પછી જ,
શ્વાસ અટકી જાય ચોક્કસ ત્યાં ખફા છે.

#lakeview પ્રશ્ન મનમાં કેમ આવ્યો એ મજા છે, મૌનમાં સંવાદ થાતો જો અદા છે. વેદના વાંચી શક્યો છું એટલે બસ, આંસુડા ધારે વહ્યો છું એ વફા છે. આપમાં વિશ્વાસ જ્યાં રાખ્યો પછી જ, શ્વાસ અટકી જાય ચોક્કસ ત્યાં ખફા છે.

117 Views

9d8613e41e6ec3a9b877347d45696a81

Mohanbhai आनंद

Village Life હૂંફ આપતું હ્દય કુણી લાગણીઓથી,
ધમધમતું હદયકમલ છે,

 જેમાં ભગવાન શ્રી નારાયણ નો વાસ છે.

सर्वस्व चाहं ह्रदि सन्नविष्ट।। गीता।।

©Mohanbhai आनंद
  #villagelife 
હૂંફ આપતું હ્દય કુણી લાગણીઓથી,
ધમધમતું હદયકમલ છે, જેમાં ભગવાન શ્રી નારાયણ નો વાસ છે.
सर्वस्व चाहं ह्रदि सन्नविष्ट।। गीता।।

#villagelife હૂંફ આપતું હ્દય કુણી લાગણીઓથી, ધમધમતું હદયકમલ છે, જેમાં ભગવાન શ્રી નારાયણ નો વાસ છે. सर्वस्व चाहं ह्रदि सन्नविष्ट।। गीता।।

180 Views

9d8613e41e6ec3a9b877347d45696a81

Mohanbhai आनंद

26 jan republic day શબદમાં બાંધતી પ્યારે ગઝલ પ્યારી સુફીયાણી,
પછી મન જાગતી પ્યારે ગઝલ પ્યારી સુફીયાણી.

હ્દયના તાર ઝણઝણતા,અરે વ્યાપી ધ્રુજારી છે,
ઉદાસી ભાગતી પ્યારે ગઝલ પ્યારી સુફીયાણી.

સુગમ છે સુખનાં સર્જનમાં ને દુઃખમાં છે જ દર્દીલી,
એ તુલના રાખતી પ્યારે ,ગઝલ પ્યારી સુફીયાણી.

રદીફોમાં છે સીધી દોર, મીઠા બાંકપન સોહે,
શેરીયત ફાંકડી પ્યારે ગઝલ  પ્યારી સુફીયાણી .

કરામત કાફિયાની છે, રૂડો શણગાર મૌસિકી,
અદબમાં સાંભળી પ્યારે ગઝલ પ્યારી સુફીયાણી .

તગઝ્ઝૂલમાં અમીરી છે તસવ્વૂફમાં  ફકીરી છે.
ઇનાયત આપણી પ્યારે ગઝલ પ્યારી સુફીયાણી.

રુહાની મોજમાં દિલબર , ફૂટે છે લ્હેરખી આનંદ,
સદાયે જાગતી  પ્યારે ગઝલ પ્યારી સુફીયાણી .

©Mohanbhai आनंद
  #26janrepublicday 
શબદમાં બાંધતી પ્યારે ગઝલ પ્યારી સુફીયાણી,
પછી મન જાગતી પ્યારે ગઝલ પ્યારી સુફીયાણી.

હ્દયના તાર ઝણઝણતા,અરે વ્યાપી ધ્રુજારી છે,
ઉદાસી ભાગતી પ્યારે ગઝલ પ્યારી સુફીયાણી.

સુગમ છે સુખનાં સર્જનમાં ને દુઃખમાં છે જ દર્દીલી,

#26janrepublicday શબદમાં બાંધતી પ્યારે ગઝલ પ્યારી સુફીયાણી, પછી મન જાગતી પ્યારે ગઝલ પ્યારી સુફીયાણી. હ્દયના તાર ઝણઝણતા,અરે વ્યાપી ધ્રુજારી છે, ઉદાસી ભાગતી પ્યારે ગઝલ પ્યારી સુફીયાણી. સુગમ છે સુખનાં સર્જનમાં ને દુઃખમાં છે જ દર્દીલી,

54 Views

9d8613e41e6ec3a9b877347d45696a81

Mohanbhai आनंद

Jai shree ram જરા એક તરફી,વલણ ક્યાંક ચાલે,
ન પથ્થર મૂકી મન કઠણ ક્યાંક ચાલે.

છે ખીલ્યું કમળ જેવું મુખડું મલકતું,
ને ભ્રમણા સ્વરૂપે ,ભ્રમણ ક્યાંક ચાલે.

લૂંટી લો ખજાનો, અલખનો નિરાળો,
આ ભંડાર ખૂલ્લો,ચરણ ક્યાંક ચાલે.

નરમ દિલ છે હૂંફથી હર્યુંને ભર્યું જ્યાં,
 કદી ભાવ ભીનાં, શરણ ક્યાંક ચાલે.

વિખરતા રહ્યાં ત્યાં પૂછો કેમ કારણ.
ને મારીચ જેવાં, હરણ ક્યાંક ચાલે.

અકળ છે કળા, જાણવી કાળ કેરી,
અકાળે જીવોનું , મરણ ક્યાંક ચાલે.

ડૂબ્યાં ભીતરે મનથી ખોળી વિસામો,
મળ્યો દિલને આનંદ વરણ ક્યાંક ચાલે.

©Mohanbhai आनंद
  #JaiShreeRam 
જરા એક તરફી,વલણ ક્યાંક ચાલે,
ન પથ્થર મૂકી મન કઠણ ક્યાંક ચાલે.

છે ખીલ્યું કમળ જેવું મુખડું મલકતું,
ને ભ્રમણા સ્વરૂપે ,ભ્રમણ ક્યાંક ચાલે.

લૂંટી લો ખજાનો, અલખનો નિરાળો,

#JaiShreeRam જરા એક તરફી,વલણ ક્યાંક ચાલે, ન પથ્થર મૂકી મન કઠણ ક્યાંક ચાલે. છે ખીલ્યું કમળ જેવું મુખડું મલકતું, ને ભ્રમણા સ્વરૂપે ,ભ્રમણ ક્યાંક ચાલે. લૂંટી લો ખજાનો, અલખનો નિરાળો,

45 Views

9d8613e41e6ec3a9b877347d45696a81

Mohanbhai आनंद

રંગીન છે સપના, મને સ્પર્શી રહ્યા,
માટી સમા મ્હેકી પછી વળગી રહ્યા.

સ્પર્શી પ્રકાશે મેઘ ધનુષ કેવાં બન્યા!
ઉત્સવ અનેરો વાહ એ ખડકી રહ્યા.

અનુભૂતિમાં કોઈ જાદૂ એ સ્પર્શી મને,
છલકી હ્દય આંખે જુઓ ઝળકી રહ્યા.

આભાસમાં  છે ભાસતી કોઈ કલ્પના,
રંગે રૂડા ચૈતન્ય મન મલકી રહ્યા.

જાદૂગરી રંગો તણી, ખીલી ઉઠી,
આનંદની આ લ્હેરખી હરખી રહ્યા.

©Mohanbhai आनंद
  રંગીન છે સપના, મને સ્પર્શી રહ્યા,
માટી સમા મ્હેકી પછી વળગી રહ્યા.

સ્પર્શી પ્રકાશે મેઘ ધનુષ કેવાં બન્યા!
ઉત્સવ અનેરો વાહ એ ખડકી રહ્યા.

અનુભૂતિમાં કોઈ જાદૂ એ સ્પર્શી મને,
છલકી હ્દય આંખે જુઓ ઝળકી રહ્યા.

રંગીન છે સપના, મને સ્પર્શી રહ્યા, માટી સમા મ્હેકી પછી વળગી રહ્યા. સ્પર્શી પ્રકાશે મેઘ ધનુષ કેવાં બન્યા! ઉત્સવ અનેરો વાહ એ ખડકી રહ્યા. અનુભૂતિમાં કોઈ જાદૂ એ સ્પર્શી મને, છલકી હ્દય આંખે જુઓ ઝળકી રહ્યા. #Shayari

36 Views

9d8613e41e6ec3a9b877347d45696a81

Mohanbhai आनंद

૩૧/૧૨/૨૦૨૩
છેલ્લી રચના

મુકો હડસેલી તોપણ બસ ભલાઈ છે,
જીવનમાં પ્રેમ તો પ્યારે મલાઈ છે.

છુરો ભોંકી પછી મળશે શું મિત્રતામાં,
જરા ઘાવો અને પીડા  સગાઈ છે.

સુકોમળ છે ફુલો જેવા સ્વભાવે પણ,
જુઓ કરડી નજર કૈફી છવાઈ છે.

જુએ ખુલ્લી નજરથી આંધળા બનતા,
વિષમતા ભેદ ભ્રમણાથી લવાઈ છે

અમે આનંદની છોળો ઉડાડીને ,
રહ્યા નિશદિન નશામાં ચૂર ભલાઈ છે

©Mohanbhai आनंद
  #lightning 
મુકો હડસેલી તોપણ બસ ભલાઈ છે,
જીવનમાં પ્રેમ તો પ્યારે મલાઈ છે.

છુરો ભોંકી પછી મળશે શું મિત્રતામાં,
જરા ઘાવો અને પીડા  સગાઈ છે.

સુકોમળ છે ફુલો જેવા સ્વભાવે પણ,

#lightning મુકો હડસેલી તોપણ બસ ભલાઈ છે, જીવનમાં પ્રેમ તો પ્યારે મલાઈ છે. છુરો ભોંકી પછી મળશે શું મિત્રતામાં, જરા ઘાવો અને પીડા સગાઈ છે. સુકોમળ છે ફુલો જેવા સ્વભાવે પણ,

36 Views

9d8613e41e6ec3a9b877347d45696a81

Mohanbhai आनंद


પરપોટા નાં રૂપમાં રહું છું,
પળ હસું છું પળમાં રડું છું

આ સમયની હોડી  હંકારી,
મધ દરિયે હું મજા  કરું છું 

વીતી ગયું જે મન ભૂલી જા,
કાંળ પ્રવાહે હું સહજ વહું છું.

મંદ સમીર  જરા વહેતાં જ,
મહેંક હું મીઠી મનમાં ભરું છું.

ભીતર ડુબકી મારીને પછી ,
આનંદ હું ચેતન બસ કહું છું.

મોહનભાઈ આનંદ

©Mohanbhai आनंद
  #saath પરપોટા નાં રૂપમાં રહું છું,
પળ હસું છું પળમાં રડું છું

આ સમયની હોડી  હંકારી,
મધ દરિયે હું મજા  કરું છું 

વીતી ગયું જે મન ભૂલી જા,
કાંળ પ્રવાહે હું સહજ વહું છું.

#saath પરપોટા નાં રૂપમાં રહું છું, પળ હસું છું પળમાં રડું છું આ સમયની હોડી હંકારી, મધ દરિયે હું મજા કરું છું વીતી ગયું જે મન ભૂલી જા, કાંળ પ્રવાહે હું સહજ વહું છું.

36 Views

9d8613e41e6ec3a9b877347d45696a81

Mohanbhai आनंद

पाया कहां खोया कहां, गुमनामी में,
बह गया भवडर और बस सुनामि में

आजाद पंछी के, पर कुतर लिए है
क़फ़स फकत, कुर्बानी है गुलामी मैं

आनंद

©Mohanbhai आनंद
  पाया कहां खोया कहां, गुमनामी में,
बह गया भवडर और बस सुनामि में

आजाद पंछी के, पर कुतर लिए है
क़फ़स फकत, कुर्बानी है गुलामी मैं

आनंद

पाया कहां खोया कहां, गुमनामी में, बह गया भवडर और बस सुनामि में आजाद पंछी के, पर कुतर लिए है क़फ़स फकत, कुर्बानी है गुलामी मैं आनंद #Quotes

36 Views

loader
Home
Explore
Events
Notification
Profile