Nojoto: Largest Storytelling Platform
sapnaagravat7013
  • 114Stories
  • 526Followers
  • 2.1KLove
    0Views

Sapna Agravat

©️ વિચાર ના વમળ

  • Popular
  • Latest
  • Video
b59e8a8486529fe7ce84022a6453ad0b

Sapna Agravat

અજાણ્યા દેશ એકલાં જવાની કોણે બતાવી છે ખુમારી,
ફૂલો ની ચાદર ઓઢીને નીકળી આ કોની શાહી સવારી????.......        

- sapna Agravat #IndianArmy #વિચારનાવમળ

#IndianArmy #વિચારનાવમળ #કવિતા

13 Love

b59e8a8486529fe7ce84022a6453ad0b

Sapna Agravat

છંદ- ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા 

શબ્દો આ મારા ખાસ તુજને ના સતાવે, તો કરું !
આજે ફરી લખવાની કોશિષ, લાવ ફાવે તો કરું !
મંજૂર ના હો જો તને, આંખોથી ફરમાવી શકું,
તારીફમાં નઝમો, તું મારી પાસ આવે તો કરું.

Sapna Agravat #વિચારનાવમળ #મુક્તક

#વિચારનાવમળ #મુક્તક #કવિતા

8 Love

b59e8a8486529fe7ce84022a6453ad0b

Sapna Agravat

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા 

ભીતરે ખોવાયું છે, એની બજારે ખોજ ના કર,
ખુદ ડૂબીને મરે! એ લાગણીના હોજ ના કર.

મોજ એકાંતે જ મળશે, ભીડમાં જઇ શોધ ના કર.
સંગ શું લઇને જવાશે? ઈચ્છાઓની ફોજ ના કર.

છે જુગલબંધી સરસ બે દિલ મળી ધબકી રહ્યાં, તો;
પ્રેમ શું છે એ પરિભાષાનું લેખન રોજ ના કર.

ભેખ પહેર્યો તેં ફકીરીનો, ભરમમાં   જગ ભલે હો,
ઇશ સમક્ષ તું સાચા ખોટા કોઈ દાવા રોજ ના કર.

કાચના નગરોમાં શું જાહોજલાલી પત્થરોની!
પાંખ પર હીરા જડીને તું અહંનો બોજ ના કર.

- Sapna Agravat #વિચારનાવમળ #ગઝલ #ખોજનાકર

#વિચારનાવમળ #ગઝલ #ખોજનાકર

10 Love

b59e8a8486529fe7ce84022a6453ad0b

Sapna Agravat

છંદ - લગાગા ×6
ગઝલ - અમીરાત હોવી જરૂરી

સમી સાંજ છે સૂરિલી તો મુલાકાત હોવી જરૂરી,
ને વાદળની શાહી સવારીની સૌગાત હોવી જરૂરી.

નયન તો છલકતાં રહેવાનાં, એને તો આદત છે લાગી,  
કલમમાં ભરી એ જ ભીનાશ લખવાની તાકાત હોવી જરૂરી.

પ્રથમ આ મુલાકાતમાં શકયતાઓ પ્રણયની અધૂરી,
પહેલાં તો આ લાગણીની કબૂલાત હોવી જરૂરી.

કિનારે રહી, આંખથી ક્યાં સુધી આપ લડતાં રહેશો,
તરસ બૂંદની છે તો દરિયે રજૂઆત હોવી જરૂરી.

આ બે ચાર સ્વપ્નોની વાતોમાં આવી બહેકી જવાયું, 
હકીકતની સૂની ગલીઓમાં પરભાત હોવી જરૂરી.

ધરાની તરસને બુઝાવે એ વાદળ હું ક્યાં જઇને લાવું ?
આ ઘર આંગણે ઝાડવાંની અમીરાત હોવી જરૂરી.

-Sapna Agravat #વિચારનાવમળ #ગઝલ #અમીરાત

#વિચારનાવમળ #ગઝલ #અમીરાત

10 Love

b59e8a8486529fe7ce84022a6453ad0b

Sapna Agravat

લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા

મળી છે જીંદગી અળવીતરી તોયે કસી લેજો,
ફરી આ પળ મળે કે ના મળે દિલ થી વસી લેજો.
ઉદાસી ક્યાંય થી આવી ચડે, થોડાં ખસી લેજો,
કરી જાતે જ ગલગલિયાંને અમસ્તાં પણ હસી લેજો.

- Sapna Agravat #વિચારનાવમળ #મુકતક

#વિચારનાવમળ #મુકતક

11 Love

b59e8a8486529fe7ce84022a6453ad0b

Sapna Agravat

ગાલગાગા ગાલગાગા લગા

પાનખરના ખરખરા  ના કરો,
ઝાડવાંને  ગળગળાં  ના કરો.
ચંદ્રની  વાતો   અમાસે  કરી,
દુખને કોઈ ઝળહળા ના કરો.

- Sapna Agravat #વિચારનાવમળ #મુકતક

#વિચારનાવમળ #મુકતક #કવિતા

10 Love

b59e8a8486529fe7ce84022a6453ad0b

Sapna Agravat

ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

અગડમ ને બગડમ ફૂટતા શબ્દો મગજમાં ભાવ નય,
ગઝલો ને વઝલો વ્યર્થ સઘળું ક્યાંય ભાળ્યા તાલ નય.

કાગળ ને બાગળ ગોતું ત્યાં શબ્દોની મળતી ભાળ નય,
મક્તા ને પકડી બાંધતાં ઉપનામમાં કોઈ રામ નય.

પાણીના પરપોટે ને બરપોટે જે દરિયો શોધતા,
એ દેડકા જેવા કવિની આ જગતમાં શાન નય.

જ્યાં કાફિયા ને બાફિયા, ઉકળે રદીફો હાલતાં,
છંદો કરે છે દાંત ખાટાં, ખાવા જેવી વાત નય.

થનગન કરે મત્લા બનીને મોરલો તનમનમાં ને,
સાની જરા સરખી કરૂંને, વળ ઉલાનો જાય નય.

બે શેર મારીને મચોડીને લખું , ત્યાં દાવ થ્યો, 
છે શેરિયત ની પણ શરત, ભાવોમાં જોયે તાવ નય.
 
આ ઢંગધડા વિના બનેલી છે ગઝલ! હું શું કહું?
ના રાગ સોધ્યે પણ જડે, આલાપ કે બાલાપ નય.
           
 - Sapna Agravat #વિચારનાવમળ #ગઝલ #અગડમબગડમ

#વિચારનાવમળ #ગઝલ #અગડમબગડમ

9 Love

b59e8a8486529fe7ce84022a6453ad0b

Sapna Agravat

#વિચારનાવમળ #

જગનો આ નિયમ નિરાળો છે:

જેને પારકાંઓ સલામ ભરે છે, 
એને જ અંગતો નિલામ કરે છે.

 - Sapna Agravat #વિચારનાવમળ

#વિચારનાવમળ

11 Love

b59e8a8486529fe7ce84022a6453ad0b

Sapna Agravat

છંદ- ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા 

એની ઝલક અમને મળે તો અંતરે આમીન છે,
પણ શું કરું? એ દર્દ દેવાના જરા શોખીન છે!

મળતાં પુરાવા લાગણીના સાંજ પણ કમસીન છે,
એ સાથ આપે રોજ તો આઠે પ્રહર રંગીન છે.

દિવસે રડે છે તોય થાકે ક્યાં નઠારી આંખ જો?
રાતે થતી મશગૂલ સ્વપ્નોમાં, ઘણી શોખીન છે!

ઝાકળની રંગોળીને કાયમ ઠેબુ મારીને ઉગે
આભે ઉડાવે રંગ એ સૂરજ ઘણો રંગીન છે.

શાહી ભરી યાદોની એમાં ટેરવાં બોળ્યા કરું,
પણ આંસુએ કર્યા જે દાવા એ જરા સંગીન છે.

- Sapna Agravat #વિચારનાવમળ #ગઝલ #આમીનછે

#વિચારનાવમળ #ગઝલ #આમીનછે

8 Love

b59e8a8486529fe7ce84022a6453ad0b

Sapna Agravat

સુંદરતા ને નામે કેવી કદર મળે,
તાજમહેલ ને નામેય કબર મળે.
ઉંબરા બહાર ની હવે સફર મળે,
શુદ્ધ હવા કે'દી મારે નગર મળે.....

- Sapna Agravat #WorldEnvironmentDay #વિચારનાવમળ #મુકતક

#WorldEnvironmentDay #વિચારનાવમળ #મુકતક

10 Love

loader
Home
Explore
Events
Notification
Profile