Nojoto: Largest Storytelling Platform
ajayrajsinhmgohi9979
  • 1Stories
  • 328Followers
  • 4Love
    0Views

Ajayrajsinh Gohil

⚔️क्षत्रिय-दरबार-गरासिया-राजपूत⚔️ ⚔️गोहिल राजवंश(गोहिलवाड भावनगर)⚔️ जन्म :- १६/०८/१९९५ गाम:- चमारडी, भावनगर, गुजरात हाल:- गांधीधाम,कच्छ, गुजरात

  • Popular
  • Latest
  • Video
dba2371d246d0dbb9a19fa087eec6d67

Ajayrajsinh Gohil

ડૉ.ગંભીરસિંહ ગોહિલ શામળદાસ કૉલેજના પૂર્વ આચાર્ય, ગુજરાતી સાહિત્યના અભ્યાસી અને સંશોધક છે. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સેંદરડા ગામે તેમનો જન્મ ૦૮/૦૬/૧૯૩૪ ના રોજ થયો હતો ગામમાં પ્રાયમિક શાળા હતી નહિ  જેમ તેમ કરી ૪ ધોરણ સુધીનો અભ્યાસ કરીને ભાવનગર  ખાતે મનહ૨કુંવરબા રાજપૂત વિદ્યાલય - છાત્રાલયમાં રહીને આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી તેઓ મેટ્રોક્યુલેટ થયા. ૧૯૫૪ની  એસ. એસ . એસ. ( પુના બોર્ડ ) ની પરીક્ષામાં ઇતિહાસ વિષયમાં સમગ્ર બોર્ડમાં તેઓ પ્રથમ હતા. ભાવનગર શહેરની બધી શાળાઓમાં તેમનો ક્રમ પ્રથમ હતો .  શામળદાસ કૉલેજમાં ૧૯૬૧ માં બી . એ . અને ગુજરાતી સંસ્કૃત વિષય લઈને ૧૯૬૩માં  એમ.એ . થયા.  ગુજરાતી અને હિન્દી વિવેચન સાહિત્યનું તુલનાત્મક અધ્યયન: ૧૮૫૦-૧૯૫૦ વિષયમાં તેઓ ૨૦૦૭માં પી.એચ.ડી(PHD)થયા.

*ગુજરાતીના પ્રાધ્યાપક અને અધ્યક્ષ , ઉપલેટા મ્યુનિ . આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ (૧૯૬૬-૭૦) પછીથી તે જ કૉલેજમાં આચાર્ય ૧૯૭૦થી ૧૯૭૫ . 
*ભાવનગરની કાપડિયા કૉલેજ  ( ૧૯૭પ-૭૭ ) , *સાવરકુંડલા ( ૧૯૭૭ - ૮૬ ) , 
*વળિયા કૉલેજ  ભાવનગર ( ૧૯૮૬ - ૯૦ ) માં આચાર્ય તરીકે કામ કર્યું . 
*શામળદાસ કૉલેજના આચાર્ય : (૧૯૯૦-૯૪) નિવૃત્ત થયા. તે દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભાવનગર યુનિવર્સિટીની સિન્ડીકેટ - એકઝિકયુટિવ કાઉન્સિલ સુધીના સત્તામંડળોમાં કામ કર્યું. 

* પ્રમુખ : ભાવનગર ગદ્યસભા ૧૯૯૨થી
* પ્રેસિડન્ટ : ગુજરાત સ્ટેટ ફેડરેશન ઓફ કોલેજ પ્રિન્સીપાલ એસોસિએશન ૧૯૯૦ - ૯૪
*ચેરમેન : ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ , ગાંધીનગર - ૧૯૯૬ - ૯૮ 
*પ્રમુખ : ઓલ ઈન્ડિયા એસો . ઓફ ટેકસબુક ઓર્ગેનાઇઝેશન
*સેક્રેટરી: મનહરકુંવબા રાજપૂત છાત્રાલય ભાવનગર ૧૫વર્ષ( તે દરમિયાન સંકુલ માટે ફંડ એકત્ર કરવામાં પણ તેમનો અગત્યનો ભાગ છે).
 

* પ્રગટ થયેલાં પુસ્તકો
૧)નર્મ ગદ્ય ' : પ્રેમાનંદ સાહિત્ય સભા , વડોદરા ૧૯૭પ ( સંપાદન )
૨) 'અક્ષરલોકની યાત્રા ' ૧૯૮૦ ( સંપાદન ) ' 
૩)ખિસકોલી તો ખિસકોલી જ ' બાલવાર્તા સંગ્રહ , ૨૦૦૬ 
૪)'પંખીડું ઊડી ઊડી જાય ' બાલવાર્તા સંગ્રહ 
 ૫) 'ગુજરાતી હિન્દી વિવેચન સાહિત્ય - એક અધ્યયન ' – ૨૦૦૯ , વિવેચન વિભાગમાં પ્રથમ પારીતોષિક : ' ૨૦૦૯ , ગુજરાત સાહિત્ય અકાદમી , ગાંધીનગર
૬) “ ગ્રંથવિવેક ' ૨૦૧૦
૭)‘ ગ્રંથવિશેષ ' ૨૦૧૧ 
૮) પ્રજાવત્સલ રાજવી ’ ૨૦૧૨ ( મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું જીવનચરિત્ર ) ( ૧ ) કાકા સાહેબ કાલેલકર . પારિતોષિક – ૨૦૧૪ , ગુજરાતી સાહિત્ય પરિષદ , અમદાવાદ . ( ૨ ) ચરિત્ર સાહિત્ય ( ૨૦૧૫ ) માં પ્રથમ પારિતોષિક , ગુજરાત સાહિત્ય અકાદમી , ગાંધીનગર , ( ૩ ) ' વર્લ્ડ રેકોર્ડઝ ઈન્ડિયા ' તરફથી સર્જનાત્મક અને ચિત્રાત્મક જીવનચરિત્ર માટે એવોર્ડ , ૨૦૧૮ .
૯) ‘ મહારાજા કૃષ્ણકુમારસિંહજી સ્મૃતિવંદના ' – સંપાદન , ૨૦૧૨ , ( મહારાજા વિશે કાવ્યો અને લેખો ) .
10) ‘ પ્રજાવત્સલ મહારાજા ' – સંપાદન , ૨૦૧૮ ( મહારાજા કૃષ્ણકુમારસિંહજી વિશે કાવ્યો અને લેખો )
*'પંખીની પાંખમાં આકાશ' આગામી સમયમાં પ્રકાષિત થશે
* 'ભાવ ચરિત્રો' ૨૦૨૦માં પ્રકાષિત થશે.
લેખન:- અજયરાજસિંહ એમ ગોહિલ-ચમારડી #history

4 Love


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile