Nojoto: Largest Storytelling Platform
rahulrathod8863
  • 2Stories
  • 86Followers
  • 11Love
    0Views

Rahul Rathod

  • Popular
  • Latest
  • Video
f9bc53c6e94e1b50b1e73f0d355ae918

Rahul Rathod

દેશ મારો બદલાય છે,
કે જયાં દરરોજ ને દરરોજ કોઈ નિર્દોષ સ્ત્રી, આસુરી ભુખ નો ભોગ થાય છે..

દેશ મારો બદલાય છે,
કે જે વિશ્વમાં 'સોને કી ચિડિયા' કહેવાય છે,
અને અંદરખાને ત્રણ વર્ષની ચિડિયા લુંટાય છે..

દેશ મારો બદલાય છે,
કે જયાં રાજનૈતિક બાબતોનો રાતોરાત ઉકેલ આવી જાય છે,
અને નિર્ભયા જેવા રેપ-કેસ આઠ આઠ વર્ષ પછી પણ દબાય છે..

દેશ મારો બદલાય છે,
કે જયાં સામાજિક કાર્યકરોને રાષ્ટ્રદ્રોહ માં જેલ માં ધકેલાય છે,
અને સાચા દેશદ્રોહીઓ અને બળાત્કારીઓ ને રાજનીતિ માં સમાવાય છે..

દેશ મારો બદલાય છે,
કે જયાં 'યુઝ એન્ડ થ્રો' પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મુકી પગલાં લેવાય છે,
અને રેપ થી પીડિતા ને માત્ર સોશિયલ મીડિયા દ્વારા જ સહાનુભૂતિ દર્શાવાય છે..

દેશ મારો બદલાય છે,
કે જયાં બાબરી મસ્જિદ કે રામમંદિર માટે ધાર્મિક હુલ્લડો ને આંદોલનો થાય છે,
અને નિર્ભયા, પ્રિયંકા, કે ટ્વિન્કલ જેવી પીડિતાઓ માટે મૌન જ સેવાય છે..

દેશ મારો બદલાય છે,
કે જયાં આઝાદી પૂર્વે જેમ સોનું-સંપત્તિનો એકમાર્ગી પ્રવાહ વિદેશ જતો હતો,
તેમજ હાલ તો ડૉક્ટર-પ્રોફેસર જેવી બુદ્ધિ-સંપત્તિનો એકમાર્ગી પ્રવાહ વિદેશ જાય છે,
કારણ કે સ્ત્રી-સંપત્તિનો દરરોજ અનૈતિક ભોગ થાય છે..

દેશ મારો બદલાય છે,
કે જયાં રેપ-કેસ ને પણ હવે તો કવિતામાં જ દર્શાવાય છે,
કેમ કે ગંભીર રાજનીતિમાં કવિઓથી પણ ક્યાં કૈં થાય છે..
કેમ કે દેશ મારો બદલાય છે..

         -R.J.Rathod #priyankareddy
#againstofrapist
#humanitylost
f9bc53c6e94e1b50b1e73f0d355ae918

Rahul Rathod

જિંદગીમાં બદલાતી દરેક પળ સાથે તારા રંગો નાં બદલ, એ દોસ્ત...
સદનસીબે ઈશ્વરે મને એટલી બધી રંગીન જીંદગી નથી આપી કે હું તને સમજી શકું... #મૈત્રી

#મૈત્રી

8 Love


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile