Find the Latest Status about gujarati story from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujarati story.
Rajendrasinh Padhiyar
પૃથ્વી ને ફરતા ૩૬૫ દિવસ લાગે, એક માણસ જ એવો છે એને ફરતા એક જ મિનીટ લાગે છે ©Rajendrasinh Padhiyar #gujarati #story #poem #Shayar #Books
Zarna dayma
ફૂલો છે ઘણા બધાં, તલાશ છે ગુલાબની! પર્વતો છે ઘણા બધાં, તલાશ છે કૈલાસની! મનુષ્યો છે ઘણા બધા, તલાશ છે માનવતાની! દુશ્મનો છે ઘણા બધાં, તલાશ છે એક મિત્રની! મંદિરો છે ઘણા બધાં, તલાશ છે ભગવાનની! રસ્તા છે ઘણા બધાં, તલાશ છે મંજિલની! દુઃખો છે ઘણા બધાં, તલાશ છે એક સુખની! આપણાં છે ઘણા બધાં, તલાશ છે સાચા સંબંધની! મિથ્યા વરખ છે ઘણા બધાં, તલાશ છે ભીતરના હરખની! - ઝરણા દાયમા✍️ #Hope #Nojoto #gujarati #story #poem
Zarna dayma
જીવનમાં એ મુકામ ઉપર છું, કે હવે મને કોઈ ફરક નથી પડતો... અનુભવમાં એ સ્થાન પર છું, કે હવે મને કોઈ ફરક નથી પડતો... ચમકતો આગિયો છું, હવાથી હવે મને કોઈ ફરક નથી પડતો... જીવનમાં કોઈ આવે કે જાય, હવે મને કોઈ ફરક નથી પડતો... સ્વભાવથી નિષ્ઠુર છું, લગાવથી હવે મને કોઈ ફરક નથી પડતો... - ઝરણા દાયમા ✍🏻 ©Zarna dayma #Nojoto #gujarati #story #kavita #Path
Darshana
સાત વર્ષની આકાંક્ષા દાદાના ખોળામાં આવીને બેસી ગઈ. દાદાએ એના ગાલ ને પકડીને કહ્યું "કેમ આકુડી તું પાયલ કેમ નથી પહેરતી તું, કેટલી બધી લાવ્યો છું તારા માટે ? " આકાંક્ષા દાદાની સામે જ જોઈ રહી ને પછી હસી ને બોલી "દાદા મને પાયલ નથી ગમતી જરાય,કોઈ એ પગ બાંધી દીધા હોય એવું લાગે છે, ને મારે તો ખૂબ ઉડવાનું છે દાદા, બહુ મોટું આકાશ છે ત્યાં પહોંચવાનું છે." લગ્ન આટલા વર્ષો પછી આકાંક્ષા પાયલ નહોતી પહેરતી.આકાશ ભલે દૂર હતું પણ બંધન એને હજુ પણ મંજુર નહોતું, કદાચ.. #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqgujarati #yqmotabhai #gujarati #story #વાર્તા
Riyansh
કોઈ મંજિલ નો હું મુસાફર નથી અંતે તો મારે રાખ થવાનું છે, બવ મોહ માયા ના શોખીન રહ્યા , અંતે બધું અહીંયા જ રહેવાનું છે. ©Riyansh #jindgi #Love #story #SAD #poem #gujarati #story #standout