Nojoto: Largest Storytelling Platform

Best MeLove Shayari, Status, Quotes, Stories

Find the Best MeLove Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about love क्या है, there is only one happiness in this life to love and be loved hindi meaning, there is only one happiness in this life to love and be loved translate in hindi, there is only one happiness in this life to love and be loved meaning in telugu, there is only one happiness in this life to love and be loved translate in tamil,

  • 6 Followers
  • 39 Stories
    PopularLatestVideo

Yogesh kumar

mute video

شان

#MeLove ltingdown

read more
آج ایک بزرگ نے پوچھاکہ زندگی کیسی جا رہی  ہے 
 ابھی لفظ م ہی نکلا تھاکہ وه بولا اب تڑپتے کیوں ہو
نہیں ملی گی اتنی آسانی سے اب وہ موت تھی یا محبت

©شان #MeLove ltingdown

Kinjal Pandya

ના કોઈનાં  અભાવમાં રહેવું, 
ના કોઈનાં  પ્રભાવમાં રહેવું!

જીવન આપણું મોજથી જીવવું,
આપણે આપણાં સ્વભાવમાં રહેવું!

-કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ"

©Kinjal Pandya #melove #inspiration #truelove #purelove #happiness #happinessquotes #realHappiness

Kinjal Pandya

એક સ્ત્રી માટે ઘણા નિયમો હોય છે.

અને એ પણ પાછા પાપ અને પુણ્યના ત્રાજવે તોળાતા હોય.

મારે એ પૂછવું કે શું પુરુષો માટે આવા કોઇ ત્રાજવા હોય છે?? કે પછી એમના માટે સીધો મોક્ષ જ છે??

સ્ત્રીને તો એના પાપ અને પુણ્યના સહારે સ્વર્ગ અને નર્ક નક્કી થતું હશે.

ભલે. એક સ્ત્રી તરીકે મને બધું જ મંજુર છે. આવવા દો મારા કાળને ત્યાં સુધી હું મારી મરજી પ્રમાણે જ જીવીશ. પાપ અને પુણ્ય વિશે વિચારીને તો જરાય નહીં.

મારે પણ જોવું છે કે મારા હિસાબના ચોપડે લખવા વાળું સાચે જ કોઈ બેઠું છે કે પછી ત્યાં ફકત મારો માધવ જ બેઠો છે જે ક્યારેય કોઈ સ્ત્રીનું અપમાન નથી જ કરતો.

અને પાપ પુણ્ય લખવા વાળો બેઠો હશે તેને હું કહીશ, તું તારો હિસાબકિતાબ કરે એ પહેલા એક સ્ત્રી તરીકે મારા મનનાં, મને થયેલી દરેક તકલીફોના જવાબ આપ. પછી પણ હું જ નક્કી કરીશ કે મારે ક્યાં જવું છે.  હું સ્વર્ગમાં જઈશ તો એ મારા માટે કંઈ જ નવાઈની વાત નથી કારણ હું જ્યારે મા બની હતી ત્યારે જ મને સ્વર્ગ મળી ગયું હતું.  અને નર્ક મળશે એમાં તો વળી શી નવાઈ હોય.!?

હું એક સ્ત્રી છું અને બધી જ જગ્યાને મારા અનુકૂળ બનાવી લઉં છું. 

અહીં કોઈ  આત્મા પરમાત્માની વાત જ નથી. તત્વજ્ઞાનની વાત જ નથી. એક મનુષ્યભાવ અને સ્ત્રી સહજ લાગણી છે.

અને આમ પણ તત્વજ્ઞાન બીજાને સલાહ દેવામાં જ સારું લાગે. પોતાનાં ઉપર વીતે ત્યારે જ સાચી સમજ ઉપજે. 

-કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ " #women #womenpower #wordsofwisdom #melove #inspiration #truelove #purelove

Kinjal Pandya

થોડી વ્યસ્ત છું,
    થોડી ત્રસ્ત છું,
           પણ 
જીવનનાં અસ્ત સુધી 
      મદમસ્ત છું! 

--કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ " #melove #inspiration #truelove #purelove #motivation #happiness #happinessquotes #realHappiness

Kinjal Pandya

ફરી દોડવું જ પડ્યું મારે ઉભા થઈને,
સમય સાથે કોઈ ન થોભ્યું મારા થઈને! 

ખબર જ છે આપણને કે,
પરિસ્થિતિ સામે એકલાં જ લડવાનું છે,

તો પછી બીજાની રાહ જોવામાં કે,
ખોટી આશા રાખવામાં સમય ન બગાડો. 

પોતાના ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખી 
યા હોમ કરીને જંગમાં કૂદી જ પડવું,

પરિણામની ચિંતા કર્યા વિના.

જીતી જશું તો કંઇક અમૂલ્ય મેળવીશું,
અને હારી જશું તો કંઇક શીખીશું.


-કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ" #motivation #selfrespect #selflove #happiness #happinessquotes #realHappiness #struggle #melove
loader
Home
Explore
Events
Notification
Profile