Nojoto: Largest Storytelling Platform

Best માતાપિતા Shayari, Status, Quotes, Stories

Find the Best માતાપિતા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about માતાપિતા પણ, માતાપિતા અને, માતાપિતા અથવા, માતાપિતા, માતાપિતાને,

  • 4 Followers
  • 4 Stories
    PopularLatestVideo

દિલની દલીલો

#pyaarimaa #બાળકો #માતાપિતા #જવાબદારી #parenthood #gujarati #Quotes #MyThoughts #thought_of_the_day #dailyquotes #વિચારો

read more
mute video

Falguni Shah©

#Nojotogujarati #gujaratipoetry #માતાપિતા #સેવા #જીવનમૂલ્ય #ગુજરાતી #मीरां Internet Jockey Satyaprem Upadhyay Manak desai #poem

read more
ગઈકાલ સુધી બધા સંતાનો એક ઓરડે પણ સમાતા
 આજે ઘરડાં મા-બાપ એમના મહેલે પણ ના ખમાતા

પેટે પાટા બાંધીને પણ તમને લાડકોડથી ઉછેરતા
હવે ઘણાંયે દેખાય છે લાકડીથી એમને ઉઝેડતા

બધાજ મોજશોખ ને વ્યવહાર તારા પૈસાથી સચવાતા
ઘરમાં પથારીવશ ઘરડાં જીવ દવાદારૂ માટે કચવાતા

ભક્તિ, તિરથ, ધરમ ,દાન ચઢાવાનાં દેખાડે જીવતર અટવાતાં
અડધી રાતે પાણીનાં પ્યાલા માટે અંધારે માવતર   અથડાતાં

તારૂં જ ઉગતું પાન જોઈ રહ્યું છે તારા કાવાદાવા
ખરતું પાન તને ચેતવી રહ્યું કાલે હશે તારા દા'ડા આવા

હજુ સમય છે કરજે ચાકરી મા-બાપની રાખી ઈશ્વર સમ શ્રધ્ધા
આંતરડી એમની ઠારજે એ પછીજ વિચારજે શ્રાધ્ધ

મર્યા પછી તો આત્માને ક્યાં જરૂર છે ઓડકારની
પરવશ ઘડપણને જીવતેજીવ જ જરૂર છે દરકારની

મૃત્યુ પર્યંત ક્યાંથી એમને કરશે  એ તર્પણ તૃપ્ત
ચાલુ શ્વાસે તમે ના કરી શકયા જેમને સંતૃપ્ત
ફાલ્ગુની શાહ ©

🙏 શ્રાધ્ધ પર્વ નિમિત્તે સમર્પિત 🙏
-Falguni Shah © #Nojoto #Nojotogujarati  #gujaratipoetry #માતાપિતા #સેવા #જીવનમૂલ્ય #ગુજરાતી #मीरां  Internet Jockey Satyaprem Upadhyay Manak desai

AbhiPriya

#શોખ #દુનિયા #માર્કશીટ #માતાપિતા #વિદ્યાર્થી nojoto #nojotogujrati #myownwords #dilse "બાળક ને જેમાં રુચિ હોય એ જ ક્ષેત્રમાં એ સર્વશ્રેષ્ઠ પરિણામ લાવી શકે છે,માટે એના શોખ ને સાચી દિશા આપો." #Dullness

read more
એને ફોટોગ્રાફર બનવુતું કદાચ,
ના ના..કદાચ એ ચિત્રકાર બનવા માંગતો હતો,
સંગીત નો શોખ હતો એને લગભગ,
ના ના..એ તો નૃત્ય માં શોખ ધરાવતો હતો,
શું ખબર શું-શું કરવા માંગતો હતો એ...
દુનિયા નું ધ્યાન તો માત્ર એની માર્કશીટ પર જ હતું!

 નાપાસ શું થયો એ પુસ્તકીય જ્ઞાન માં,
જોને બિચારો જાણે જિંદગી જ હારી ગયો,
ડરતો હતો એ કદાચ લોકો ની ટીકાઓથી,
એટલે જ તો...હળવેકથી દુનિયા છોડી ગયો,
શું ખબર શું-શું કરવા માંગતો હતો એ...
દુનિયા નું ધ્યાન તો માત્ર એની માર્કશીટ પર જ હતું!

અજાણ જ રહ્યા બધાં એની અદ્દભુત કળાઓથી,
ધુળ ચડેલી એની ચિત્રકળા જોઈને એની માં ઘણું રડી,
ડાયરી મળી એક...જેમાં સપનાઓ હતા એના અનેક,
પિતા પણ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા ગુમાવીને એક નો એક! #શોખ #દુનિયા #માર્કશીટ #માતાપિતા #વિદ્યાર્થી #nojoto #nojotogujrati #myownwords #dilse "બાળક ને જેમાં રુચિ હોય એ જ ક્ષેત્રમાં એ સર્વશ્રેષ્ઠ પરિણામ લાવી શકે છે,માટે એના શોખ ને સાચી દિશા આપો."

#Dullness

Own Talks

#વિચાર #માતાપિતા #thought

read more
વ્યક્તિની જવાબદારી ક્યાં
છુપાયેલી હોય?
 
વ્યક્તિની જવાબદારી....
વ્યક્તિના માથે નહી પણ,
પોતાના પગ નીચે છુપાયેલી હોય,
અને એ પાત્ર "માતા-પિતા"
અથવા પોતાનું જ હોય. #વિચાર #માતાપિતા


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile