અડધી સલાહ તો અનુસરો જાતે! જે ગામ આખાંને મફતમાં દીધા કરો છો? સૌ સમજે છે હવે, છાશવારે તારે આ જ કરવું, આ ન કરવું, કીધા કરો છો. વાતું જ હોય તદ્દન તમારી ધડ-માથાં વગરની! કોણ સાંભળશે ગપ્પગોળા? જ્યાંથી મળે ખરું કે પછી ખોટું, માની લઈને ગામ માથે લીધા કરો છો. ~દમયંતી આશાણી #સલાહ #વાતો #મફત