Nojoto: Largest Storytelling Platform

કવિતા મારી નઠારી ખુબ ખુબ મઠારી તોય ના મનને બેઠી વા

કવિતા મારી નઠારી
ખુબ ખુબ મઠારી
તોય ના મનને બેઠી
વાંધા વચકા ની લાઠી
વચમાં સટાસટ વાગી
તોય કવિતા નઠારી
ખુબ ખુબ મઠારી
તોય ના  મનને બેઠી
ગઝલ નઝમ તો દૂર બેઠી
આભડછેટ થી છેઠી
તું પણ કેવી નઠારી
જઈ અટારીએ બેઠી
મંદ મંદ મલકાતી
કવિતા મારી નઠારી
પાળ્યો પોપટ ટહૂક્યા મોર
આભલા ટાંકયા આભમાં ને
આંગણીયા માં શોરબકોર
તોય મનને ના બેઠી
કવિતા મારી નઠારી
ભલે કહે તું નઠારી
પણ બહુ બહુ મેં મઠારી
એટલે જ લાગે તું બહુ ઠાવકી
મારી કવિતા બહુ વહાલી
સૌ જનમાં વખાણી.....!!!

-Bindu✍️...
20./11/2019
********* #મારીકવિતા
#bindu
#nojoto
કવિતા મારી નઠારી
ખુબ ખુબ મઠારી
તોય ના મનને બેઠી
વાંધા વચકા ની લાઠી
વચમાં સટાસટ વાગી
તોય કવિતા નઠારી
ખુબ ખુબ મઠારી
તોય ના  મનને બેઠી
ગઝલ નઝમ તો દૂર બેઠી
આભડછેટ થી છેઠી
તું પણ કેવી નઠારી
જઈ અટારીએ બેઠી
મંદ મંદ મલકાતી
કવિતા મારી નઠારી
પાળ્યો પોપટ ટહૂક્યા મોર
આભલા ટાંકયા આભમાં ને
આંગણીયા માં શોરબકોર
તોય મનને ના બેઠી
કવિતા મારી નઠારી
ભલે કહે તું નઠારી
પણ બહુ બહુ મેં મઠારી
એટલે જ લાગે તું બહુ ઠાવકી
મારી કવિતા બહુ વહાલી
સૌ જનમાં વખાણી.....!!!

-Bindu✍️...
20./11/2019
********* #મારીકવિતા
#bindu
#nojoto

#મારીકવિતા #Bindu nojoto