Nojoto: Largest Storytelling Platform

ઝરુખો લાગ્યું જાણે પાનખર કેરા મૌસમ માં વસંત નજરે

ઝરુખો

લાગ્યું જાણે પાનખર કેરા મૌસમ માં વસંત નજરે પડ્યો છે.....
જ્યારે ઝળહળતા પીળા લહેરિયા માં ઝરૂખો નજરે પડ્યો  છે.....

શરદ પુનમી ચાંદ ની ખૂબસુરતી પરથી નજર મારી ભટકી છે.....
લાગે છે આભલીયા જડીત એ જુમકા માં આંખો મારી અટકી છે.....

ગોપી અો કેરા ટોળા માં મોહકી રાધા નો ચહેરો જોવા મળ્યો છે.....
કાજળ ભરી નજરે એની જાણે પાંપણે પાંપણે નશો ભર્યો છે.....

મોરલા સુની ઢેલ ની કળા નો અંદાજ અનોખો દેખાય રહ્યો છે.....
દેખાયું જાણે એના ડગલે પગલે કોઈ નો પડછાયો પડી રહ્યો છે.....

મનપસંદ એ ઝરૂખો આંખો માં છબી બની ચીતરાય રહી ગયો છે.....
કદાચ કોઈ કવિ ની કવિતા છે જેને એ બહુ દૂર બેસી લખી રહ્યો છે.....