Nojoto: Largest Storytelling Platform

અકળામણ ક્યારેક કણ-કણ ક્યારેક મણ-મણ ને મન કર્યા રાખ

અકળામણ
ક્યારેક કણ-કણ ક્યારેક મણ-મણ
ને મન કર્યા રાખે ગણ-ગણ,
ક્યારેક મનની ઊભી કરેલી
તો ક્યારેક તનથી આવી પડેલી,
વાના સત્તર થતા એને ભગાડવા
પણ એ ના ખસે તત્ક્ષણ,
ને શરૂ થતી એને
અવગણવાની ગોઠવણ,
કશાક મનગમતામાં તો ક્યારેક
કોઈ મનગમતું કહે એમાં,
થોડું આમતેમ થોડું જેમતેમ
થતી ઘણી પળોજણ,
ને આખરે ધીમી થતી એ ગણ-ગણ
જ્યારે અચાનક મળતું મન
કરતું કોઈ ગુંજન. 🧡📙📙🧡
#મનનીવાતો #irritation #uneasiness #emotions #humannature #findingways #gujaratipoems #grishmapoems
અકળામણ
ક્યારેક કણ-કણ ક્યારેક મણ-મણ
ને મન કર્યા રાખે ગણ-ગણ,
ક્યારેક મનની ઊભી કરેલી
તો ક્યારેક તનથી આવી પડેલી,
વાના સત્તર થતા એને ભગાડવા
પણ એ ના ખસે તત્ક્ષણ,
ને શરૂ થતી એને
અવગણવાની ગોઠવણ,
કશાક મનગમતામાં તો ક્યારેક
કોઈ મનગમતું કહે એમાં,
થોડું આમતેમ થોડું જેમતેમ
થતી ઘણી પળોજણ,
ને આખરે ધીમી થતી એ ગણ-ગણ
જ્યારે અચાનક મળતું મન
કરતું કોઈ ગુંજન. 🧡📙📙🧡
#મનનીવાતો #irritation #uneasiness #emotions #humannature #findingways #gujaratipoems #grishmapoems