Nojoto: Largest Storytelling Platform

કોઈ દિવસ ઢાઈ અક્ષર ક્યાં લખે ઈ-મેલમાં, દુનિયાભરના

કોઈ દિવસ ઢાઈ અક્ષર ક્યાં લખે ઈ-મેલમાં,
દુનિયાભરના વાયરસ એ મોકલે ઈ-મેલમાં.
ખાનગી વાતો બધી કરતા રહે એ ફોરવર્ડ,
બેવફાઈને નવો રસ્તો મળે ઈ-મેલમાં.
હોટ મેલ મળશે અથવા મળશે યાહૂ ડોટ પર,
મોટા ભાગે બે જ સરનામા હશે ઈ-મેલમાં.
જોતજોતામાં પડછાયા દિગંબર થૈ જતા,
ક્લિક કરો ને આવરણ સૌ ઊતરે ઈ-મેલમાં.
રાતદિવસ અક્ષરો ઘૂંટાય છે કી બોર્ડ પર,
સ્પર્શ એના ટેરવાંઓનો હશે ઈ-મેલમાં.
હા વતનની ધૂળ ખાવા જાઉં પાછો દોસ્તો,
પ્લેનની જ્યારે ટિકિટ સસ્તી મળે ઈ-મેલમાં.
જોતજોતામાં ગઝલ ઈ-મેલની આવી ચડી,
બેઠા બેઠા મોકલું તેને બધે ઈ-મેલમાં.
શું કરી શકીએ પછી જો સરવર ડાઉન હો?
કાગળો હાથે લખ્યા ક્યાં જૈ શકે ઈ-મેલમાં?! #email
કોઈ દિવસ ઢાઈ અક્ષર ક્યાં લખે ઈ-મેલમાં,
દુનિયાભરના વાયરસ એ મોકલે ઈ-મેલમાં.
ખાનગી વાતો બધી કરતા રહે એ ફોરવર્ડ,
બેવફાઈને નવો રસ્તો મળે ઈ-મેલમાં.
હોટ મેલ મળશે અથવા મળશે યાહૂ ડોટ પર,
મોટા ભાગે બે જ સરનામા હશે ઈ-મેલમાં.
જોતજોતામાં પડછાયા દિગંબર થૈ જતા,
ક્લિક કરો ને આવરણ સૌ ઊતરે ઈ-મેલમાં.
રાતદિવસ અક્ષરો ઘૂંટાય છે કી બોર્ડ પર,
સ્પર્શ એના ટેરવાંઓનો હશે ઈ-મેલમાં.
હા વતનની ધૂળ ખાવા જાઉં પાછો દોસ્તો,
પ્લેનની જ્યારે ટિકિટ સસ્તી મળે ઈ-મેલમાં.
જોતજોતામાં ગઝલ ઈ-મેલની આવી ચડી,
બેઠા બેઠા મોકલું તેને બધે ઈ-મેલમાં.
શું કરી શકીએ પછી જો સરવર ડાઉન હો?
કાગળો હાથે લખ્યા ક્યાં જૈ શકે ઈ-મેલમાં?! #email