Nojoto: Largest Storytelling Platform

કહે સૌ કે સાંજની રાહ પણ જોવાતી હોય સાંજે આવનારની ર

કહે સૌ કે સાંજની રાહ
પણ જોવાતી હોય
સાંજે આવનારની રાહ
સાંજ પડે ઘરને મળવાની રાહ
કોઈકને હોય ચાની રાહ
તો કોઈકને હોય ચાહની રાહ
ને કહેતા સૌ કે સાંજની રાહ,
છતાંય આ બધાથી બેખબર
કે પછી બેઅસર સાંજ
ડૂબતા સૂરજના રંગોનો કરતી ગુલાલ
પાછા ફરતા પંખીઓ સાથે કરતી કલબલાટ
માણતી વહેલા આવી જતાં તારાઓનો ઝગમગાટ 
શું ક્યારેય એને હશે કોઈની રાહ? 🧡🌇🌇🧡
#evening #sunset #wait #unwinding #musing #coloursoflife #gujaratipoems #grishmapoems
કહે સૌ કે સાંજની રાહ
પણ જોવાતી હોય
સાંજે આવનારની રાહ
સાંજ પડે ઘરને મળવાની રાહ
કોઈકને હોય ચાની રાહ
તો કોઈકને હોય ચાહની રાહ
ને કહેતા સૌ કે સાંજની રાહ,
છતાંય આ બધાથી બેખબર
કે પછી બેઅસર સાંજ
ડૂબતા સૂરજના રંગોનો કરતી ગુલાલ
પાછા ફરતા પંખીઓ સાથે કરતી કલબલાટ
માણતી વહેલા આવી જતાં તારાઓનો ઝગમગાટ 
શું ક્યારેય એને હશે કોઈની રાહ? 🧡🌇🌇🧡
#evening #sunset #wait #unwinding #musing #coloursoflife #gujaratipoems #grishmapoems