"તું" અને "હું" જ્યારે તને દેખાશે આમાં "તું" અને "હું", જ્યારે નહિ દેખાય તને તારા માં "તું"; જ્યારે તારા વિચારો માં ઘર કરીશ "હું", જ્યારે દરેક વાત ની શરૂઆત હશે "તું", જ્યારે વાત ની છેલ્લી કડી હશે "હું"; ભલે ઉપર થી જાહેર નહિ થવાદે "તું", પણ તારી વાતો નું પૂર્ણ વિરામ હોઈશ "હું"; વિચારી વિચારી ને થાકી જઈશ "તું", કે એમ ક્યાંથી વચ્ચે આવી જાઉં છું "હું"; દિવસ આખો સરસ ભલે વીતાવીશ "તું", પણ સાંજે ચા ની સુગંધ બની ને આવીશ "હું"; મારા ફોન થી એક સમયે કંટાળતી હતી "તું", હવે રાહ જોઈશ કે ક્યારે વાત કરીશ "હું"; પેહલા વાંચતી જ નહોતી મારી લખેલી વાતો "તું", હવે શોધીશ તું શબ્દો માં જ્યારે પણ લખીશ "હું"; જ્યારે મળવાનું થશે શું પહેરીશ એવું વિચારીશ "તું", પહેરેલા કપડા મને નહિ ગમે કે વખાણ કરીશ "હું"; એમ તો પેહલા અવગણતી રેહતી હતી "તું", હવે રાહ જોઈશ કે ક્યારે બોલાવું તને "હું"; ટુંક માં જ્યાંરે તું રહીશ નહિ જેવી છે હાલ "તું", ત્યારે દેખાશે બધી જગ્યા એ "તું" અને "હું", બસ ત્યારે તું જ નહિ બધા કહેશે કે "મારી થઈ ગઈ" "તું".. ©A P #vellentineday #તું_અને_હું