જિંદગી એક અહીંયા છે એ મૂકીને, ક્યાંક બીજે જઈ જીવવી છે ક્યાંક બીજે જઈ જાતને શોધવી છે, પણ કેમ? પણ કેમ? કદાચ આ સવાલના જવાબમાં જ ક્યાંક છુપાયેલી એ જિંદગી છે, પણ છતાંય એ જવાબ શોધવા ખુદને જવા દેવાની છૂટ મૂકવી છે, આમ તો બંધનોમાં લાગતી સલામતી છતાંય ક્યારેક જોઈતી મને મુક્તિ છે, કાશ મળે એક બંધન એવું કે લાગે મુક્તિ આવતા-જતા શ્વાસ સમી છે. 🧡📙📙🧡 #life #freedom #ties #liberation #findinglife #questionanswers #musing #grishmapoems