Makar Sankranti Messages માણસો કેવું સતાવે છે મને? હાથ પગ બાંધી નચાવે છે મને. દોર દૈ છૂટો ચગાવે છે મને, બાદ આપસમાં લડાવે છે મને. મોકળું આકાશ આપી બે ઘડી, લોકની વચ્ચે લુંટાવે છે મને. પૂંછડી બાંધી કરે છે મશ્કરી, પાત્ર હાંસીનું બનાવે છે મને. 🪁 Happy Makar Sakranti ©Shail Mehta #MakarSankranti2021 #uttrayan #makarsakranti