ના કોઈ આસ ના કોઈ ખુશી, તો પણ સાસરિયામાં જિંદગી જીવી. બાપના લાડ આજે યાદ આવ્યાં , એ લાડ ભુલાવી સાસરિયામાં બધા ને લાડ લડાવ્યા તો પણ મેં શુ કર્યું. એક સ્ત્રી છૂ એ ભૂલી ગઈ મારા પણ કંઈક સપના છે એ પણ ભૂલી ગઈ. બીજાના સપનાઓ સાકાર કરવામાં એટલી મશગુલ થઈ ગઈ પોતાની જાત ને ભુલાવી અળગી થઈ ગઈ તો પણ મેં શુ કર્યું ? આમ ને આમ બધા ને ખુશ રાખતા જિંદગી પુરી થઇ ગઈ. જિંદગી જીવવાની ઈચ્છા પણ હવે પૂરી થઈ ગઈ. અંતિમ શ્વાસ સુધી પણ સાસરિયામાં જ રહી તો પણ છેલ્લે બસ એટલું જ કહેવાયું કે બસ આને અમારા માટે કઈ કર્યું હવે તમે જ કહો મેં શુ કર્યું મેં શુ કર્યું ? IG - dhaval_limbani_official #dhavallimbani #Dullness