રોજ રોજ સવારે વહેલુ ઉઠવુ પડે, હોં હોં વહેલુ ઉઠવું પડે. સવાર ના સાત વાગે ને શાળાએ જાવુ પડે, હો હો શાળાએ જાવુ પડે. હોય રિક્ષામા શાકળ બેસવાને તોય મોકળ કરવી પડે, હોં હોં મોકળ કરવી પડે. ઉપડે નહી ચોપડા તોય ભણતર નો ભાર ઉપાડવો પડે, હોં હોં ભાર ઉપાડવો પડે. આવે બેન ને આદરમા ઉભા થાવુ પડે, હોં હોં ઉભા થાવુ પડે. લેશન કરયુ ના હોય તોય હા કહેવી પડે, હોં હોં હા કહેવી પડે. હોય અધુરી બુક ને ગાલે લાફો ખાવો પડે, હોં હોં લાફો ખાવો પડે. બેંચ પરથી ભાઈબંધનો ધક્કો લાગે તો રડવું પડે, હોં હોં રડવું પડે. જો ધક્કો દેનાર ખુદ જો પડે તો હસવું પડે, હોં હોં હસવું પડે. સખા સંધે રમતમાં વાંધા પડે તોય રમવું પડે, હોં હોં તોય રમવું પડે. નાની વાતો પર અબોલા થાય તોય બીજે દિ બોલવું પડે, હોં હોં બોલવું પડે. તહેવારો કે રવિવાર ની રજા મળે તો મજા પડે, હોં હોં મજા પડે. આવે પરીક્ષા ને વાંચવાની ચિંતા પડે, હોં હોં ચિંતા પડે. પરિણામ શું ? આવશે ખબર ન પડે, હોં હોં કંઈ ખબર ન પડે. મામાના ઘરે જવા ખુશી વેકેશનમાં પડે,હોં હોં વેકેશનમાં પડે. નર' યાદ આવે એ દિવસો ને આંખે આંસુ પડે, હોં હોં આંખે આંસુ પડે. "નર" નારાણજી જાડેજા તા.૨૪/૧૦/૨૦૧૮