Nojoto: Largest Storytelling Platform

મારું ગીત તું સંગીત તું, મારું રંગ તું મારું ઢંગ ત

મારું ગીત તું સંગીત તું,
મારું રંગ તું મારું ઢંગ તું,
મારી રીત તું મારી પ્રીત તું,
મારું સ્મીત તું મારી જીત તું, 
મારાં હૃદય ની એક-એક ધબકાર છે તુ.…

જાણે કાલ ની આ વાત હોય,
તારો ને  મારો સાથ હોય, હાથો મા આપડો હાથ હોય,
જોય દુનિયા આખી બળી ને રાખ હોય,
પણ પ્રેમ જાણે આ રાધા કૃષ્ણ નો, એવો અંતર થી વિશ્વાસ હોય, 

હજુ યાદ છે તારી એ પેહલી ઝલક 
મારા પ્રેમની કસોટી, તું જ સાચી પરખ 
જોત જોતાજ બસ તને જોતો રહી ગયો, 
પ્રેમ નો હું બંદી, હું ગુન્હેગાર બની ગયો,
થમી ગયો, સમય જાણે ત્યાને ત્યાં થીજી ગયો,
વહી ગયું પ્રેમ નું સંગીત, કોઈ મધુર ગીત કાંન માં કહી ગયો,

અદભુત એ કાળ હતો, પ્રેમ નો છલો છલ વરસાદ હતો,
જીવન માં શુખો નું વાવાઝોડું અને દુઃખો નો જાણે અકાળ હતો,
પણ આવી પ્રેમ ની પરિક્ષા હતી, સાથે રાખી સકે અમને એવી નિયતિ ક્યાં હતી
પરિવાર ની હુંફ સાથે જીવી શકાય પણ પ્રેમપ્રાપ્તિ વગર તો મરી પણ ના શકાય,
જવાબ નક્કી હતો, પરિવાર ને સાથ, અને નિઃસ્વાર્થ પ્રેમ નો પૂર્ણ વિરામ હતો,

વર્ષો વિતી ગયા, વર્ષો વિતી જશે,
પણ તુજ છે, તારી જગ્યા કોઈ કેવી રીતે લઈ શકે,
હું શૂન્ય છું આકાશ છું 
ધરતી થી દૂર છતાંય ધરતી ની પાસ છું, 
એક આસ છું, તું આવિસ ક્યારેક તો,
એવા આ મૂરઝાતા કમણ નો વિશ્વાસ છું. #love #Prem #શૂન્ય
કવિતા છે એક શૂન્ય ની, વાર્તા છે ધરતી થી દૂર એક આકાશ ની .

manojkhande5571

Manoj Khande

New Creator

#Love #Prem #શૂન્ય કવિતા છે એક શૂન્ય ની, વાર્તા છે ધરતી થી દૂર એક આકાશ ની .