Nojoto: Largest Storytelling Platform

માંગ્યું મળે એ સુખ શું કામનું!? સ્વજન રડે એ સુખ શુ

માંગ્યું મળે એ સુખ શું કામનું!?
સ્વજન રડે એ સુખ શું કામનું!?

કલ્પનાના ઉંબરે થોભી જજો, 
હકિકત નડે એ સુખ શું કામનું!? 

ફોરમ બની ફુલોની ફેલાવી દે તું, 
કંટક બની ચુભે એ સુખ શું કામનું!?

બકબક તારું અવિરત વહાવજે,
મૌન બની હસે એ સુખ શું કામનું!?

ચહેરો જોઈ તારો ખુશી રેલાય જ્યાં,
જોઈ તને ફરે એ સુખ શું કામનું!?

પ્રેમની નદી તો છે અવિરત પણ,
પૂર બની નડે એ સુખ શું કામનું!?

વણમાંગયે મળે સ્વીકાર તું કરજે,
ચેતનાને છળે એ સુખ શું કામનું!? કવિતા
માંગ્યું મળે એ સુખ શું કામનું!?
સ્વજન રડે એ સુખ શું કામનું!?

કલ્પનાના ઉંબરે થોભી જજો, 
હકિકત નડે એ સુખ શું કામનું!? 

ફોરમ બની ફુલોની ફેલાવી દે તું, 
કંટક બની ચુભે એ સુખ શું કામનું!?

બકબક તારું અવિરત વહાવજે,
મૌન બની હસે એ સુખ શું કામનું!?

ચહેરો જોઈ તારો ખુશી રેલાય જ્યાં,
જોઈ તને ફરે એ સુખ શું કામનું!?

પ્રેમની નદી તો છે અવિરત પણ,
પૂર બની નડે એ સુખ શું કામનું!?

વણમાંગયે મળે સ્વીકાર તું કરજે,
ચેતનાને છળે એ સુખ શું કામનું!? કવિતા