Nojoto: Largest Storytelling Platform

સપનાઓ પોઢે ને આંખો જાગે ત્યારથી સતત ચાલતી દોડ અમાર

સપનાઓ પોઢે ને આંખો જાગે
ત્યારથી સતત ચાલતી દોડ અમારી,
ક્યારેક એ જીતે ક્યારેક હું હારું
ક્યારેક એ મારો થઈ જાય
તો ક્યારેક હું એને મૂકી મનફાવે
એમ ભાગુ,
એ ના અટકે ગમે તેટલુંયે હું ચાહું
પણ ભાગુ જો એનાથી આગળ
તો જોયા કરે ચૂપચાપ જ્યાં સુધી
હું ના થાકું,
કોશિશો કંઈ કેટલીયે કરું
ત્યારે કહે ચાલ તારી સાથે ચાલું,
પણ જરા અમસ્તી ચૂક થઈ જાય
એટલે કહે હવે હું જાઉં,
કેમ કહેવાય કંઈ એને જ્યારે
હું જ એને સાંભળુ ના સાંભળુ,
મારો થાય કે ન થાય તોય
તું મારો "સમય"
એ દરેક સવારે જ્યારે હું જાગું. 🧡⏳⏳🧡
#time #waqt #samay #runningwithtime #runningoutoftime #mytime #gujaratipoems #grishmapoems
સપનાઓ પોઢે ને આંખો જાગે
ત્યારથી સતત ચાલતી દોડ અમારી,
ક્યારેક એ જીતે ક્યારેક હું હારું
ક્યારેક એ મારો થઈ જાય
તો ક્યારેક હું એને મૂકી મનફાવે
એમ ભાગુ,
એ ના અટકે ગમે તેટલુંયે હું ચાહું
પણ ભાગુ જો એનાથી આગળ
તો જોયા કરે ચૂપચાપ જ્યાં સુધી
હું ના થાકું,
કોશિશો કંઈ કેટલીયે કરું
ત્યારે કહે ચાલ તારી સાથે ચાલું,
પણ જરા અમસ્તી ચૂક થઈ જાય
એટલે કહે હવે હું જાઉં,
કેમ કહેવાય કંઈ એને જ્યારે
હું જ એને સાંભળુ ના સાંભળુ,
મારો થાય કે ન થાય તોય
તું મારો "સમય"
એ દરેક સવારે જ્યારે હું જાગું. 🧡⏳⏳🧡
#time #waqt #samay #runningwithtime #runningoutoftime #mytime #gujaratipoems #grishmapoems