Nojoto: Largest Storytelling Platform

છંદ- રજઝ મુસમ્મન સાલિમ માત્રા- 28 ગાગાલગા ગાગાલગા

છંદ- રજઝ મુસમ્મન સાલિમ 
માત્રા- 28
ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા 

હકના સવાલો આ નથી,હારી બધું જીતી ગયો
રસ્તે મળેલી સૌ ખુશી ને, બાંટવા વીણી ગયો

વાગોળતો વીતી વસંતો જગમાં શાને હું ફરું! 
સુવાસ આપી પાનખરમાં આજ હું ખીલી ગયો

મારી નિખાલસતા તણાં ફૂલો વિખેરીને હવે
દંભો ના કાંટા ઓ ને હું તો બાથમાં ભીડી ગયો

જગને હસાવ્યું તો ન સમજો હું કદી રડતો નથી
ખારાશ જે આંખે વહી ગળતાં હવે શીખી ગયો

છો જીંદગી!અળવીતરી, 'સપના' સજાવ્યાં હું કરું
દર્દો ભરી હું તો ગઝલમાં આ બહર જીવી ગયો.

            - Sapna Agravat #વિચારનાવમળ #છંદ #ગઝલ
છંદ- રજઝ મુસમ્મન સાલિમ 
માત્રા- 28
ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા 

હકના સવાલો આ નથી,હારી બધું જીતી ગયો
રસ્તે મળેલી સૌ ખુશી ને, બાંટવા વીણી ગયો

વાગોળતો વીતી વસંતો જગમાં શાને હું ફરું! 
સુવાસ આપી પાનખરમાં આજ હું ખીલી ગયો

મારી નિખાલસતા તણાં ફૂલો વિખેરીને હવે
દંભો ના કાંટા ઓ ને હું તો બાથમાં ભીડી ગયો

જગને હસાવ્યું તો ન સમજો હું કદી રડતો નથી
ખારાશ જે આંખે વહી ગળતાં હવે શીખી ગયો

છો જીંદગી!અળવીતરી, 'સપના' સજાવ્યાં હું કરું
દર્દો ભરી હું તો ગઝલમાં આ બહર જીવી ગયો.

            - Sapna Agravat #વિચારનાવમળ #છંદ #ગઝલ

#વિચારનાવમળ #છંદ #ગઝલ