કોણ કહે છે સ્વપ્ન માટે રાત હોવી જોઈએ, દૃશ્ય જોવાની ફકત ઓકાત હોવી જોઈએ. વાદળોને તેડવાથી આંગણાં પલળે નહીં, ઝાડ જેવી આપણી મિરાત હોવી જોઈએ. આંખ ભીની થાય એ માટેની પૂર્વધારણા, ભીતરે અંગાર જેવી વાત હોવી જોઈએ. શક્યતા સઘળી મિલનની એ પછીથી ઉદભવે, લાગણીની સૌપ્રથમ રજૂઆત હોવી જોઈએ. જે જગાએ પહોંચવું હો જિંદગીમાં આપણે, એ પ્રમાણે પંથની શરૂઆત હોવી જોઈએ. મંઝિલો આવીને ચૂમી લે સ્વયં ચરણ, ઝંખનામાં એટલી તાકાત હોવી જોઈએ. ©Khwahish #Simply You 🎈 #newday