Nojoto: Largest Storytelling Platform

ગઝલ ક્રાંતિ ગૃપ આત્મનિર્ભર સ્પર્ધા વિજેતા ક્રમાંક

ગઝલ ક્રાંતિ ગૃપ 
આત્મનિર્ભર સ્પર્ધા વિજેતા ક્રમાંક 4
➖➖➖➖➖➖➖➖➖➖
ઓ ખુદા, લઈ જજે તું મને નર્કમાં;
કે ધરા જેવું લાગે નહીં, સ્વર્ગમાં!

આવશે પ્રેમ સાચો, કદી ક્યાંકથી;
ના વધુ રાચ, આ બેહુદા તર્કમાં?

આ મધુરપથી તું, છેતરાયા ન કર! 
ક્યાંક એવું બને, મોત હો અર્કમાં!
 
હોય પાવન છતાં, અંગને કાપશે;
પ્રેમ જેવી અસર હોય છે, દર્ભમાં!

હોય જો ભેદ તો, એ સમજનો હશે;
વાંક હોતો નથી, જાતમાં, વર્ણમાં.

ઝેર ધીમું હતું, ના ખબર કંઈ પડી!
શું અજબ ડંખવાની કળા સર્પમાં ! 

સૌ કહે 'અવનિ'ના તો ઘણા અર્થ છે !
કંઈ સમજ ના પડી, હું કયા અર્થમાં? 
➖➖➖➖➖➖➖➖➖➖
  લીના પટેલ 'અવનિ' Lina Patel Avni- ગઝલ
ગઝલ ક્રાંતિ ગૃપ 
આત્મનિર્ભર સ્પર્ધા વિજેતા ક્રમાંક 4
➖➖➖➖➖➖➖➖➖➖
ઓ ખુદા, લઈ જજે તું મને નર્કમાં;
કે ધરા જેવું લાગે નહીં, સ્વર્ગમાં!

આવશે પ્રેમ સાચો, કદી ક્યાંકથી;
ના વધુ રાચ, આ બેહુદા તર્કમાં?

આ મધુરપથી તું, છેતરાયા ન કર! 
ક્યાંક એવું બને, મોત હો અર્કમાં!
 
હોય પાવન છતાં, અંગને કાપશે;
પ્રેમ જેવી અસર હોય છે, દર્ભમાં!

હોય જો ભેદ તો, એ સમજનો હશે;
વાંક હોતો નથી, જાતમાં, વર્ણમાં.

ઝેર ધીમું હતું, ના ખબર કંઈ પડી!
શું અજબ ડંખવાની કળા સર્પમાં ! 

સૌ કહે 'અવનિ'ના તો ઘણા અર્થ છે !
કંઈ સમજ ના પડી, હું કયા અર્થમાં? 
➖➖➖➖➖➖➖➖➖➖
  લીના પટેલ 'અવનિ' Lina Patel Avni- ગઝલ