ક્યારેક ધીમાં તો ક્યારેક ઝડપી થતાં ગયા અમે આ પ્રવાસમાં, કે ક્યાંક એકલા ના થઇ જવાય કે પછી રહી ન જવાય આ પ્રવાસમાં, ક્યારેક થાક્યા તો ક્યારેક કંટાળ્યા ઝડપનો મેળ બેસાડતા આ પ્રવાસમાં, આખરે ફાવતી ને ગમતી ગતિ ઝડપી બાકી રહેલા અમારા આ પ્રવાસમાં, ને જાણ્યું આમ એટલુંય અઘરું નથી ખુદની સાથે રહી જવામાં આ પ્રવાસમાં, ગમતાનો ગુલાલ થતો જાય છે, ખુદની સાથે થઈ જતા આ પ્રવાસમાં. 🧡📙📙🧡 #journey #life #yourpace #dohowyoulove #enjoy #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems