કેટલાય ડરને પકડીને બેઠી, કેટલાય ડરથી ડરતી, અચાનક ફફડી ઉઠી, જોઈ પોતાને ગુમાવવાના ડરને, લાગ્યુ જાણે પહેલીવાર જોઈ રહી કોઈ ડર. ધીમેથી થઈ ઉભી ગઈ એની નજીક, ધીરે ધીરે જાણ્યો એ ડરને, પણ ના કર્યો એને કાબુ કરવાનો પ્રયાસ, ના એને કરવા દીધો કાબુ, બસ કરતી રહી એને સમજવાની કોશિશ. ને આખરે એક સવારે, બધાય ડરને સાથે લઈ એ ડરને જતા જોઈ રહી જિંદગી. 🧡🖤🖤🧡 #મનનીવાતો #emotions #fears #understandingfears #loveyourself #growingformyself #gujaratipoems #grishmapoems