ચાલો આજે કાંઈક પૂછું?! કોઈ બકેટ લિસ્ટ બનાવ્યું છે?, સમજાવું 😊 કાંઈક લાઈફમાં કરવું હતું સ્પેશ્યલ, ગમતું, ને બાકી રહી ગયું હોય, કોઈ ઈચ્છા ,મહત્વાકાંક્ષા ક્યાંક લખીને રાખવી એટલે બકેટલીસ્ટ! લખીશું,તો કયારેક આ બીઝી લાઈફમાંથી સમય કાઢીને વંચાશે, ને વંચાશે તો કંઈક કરવાનું મન થશે,કેમ કે ઘણા ખરા લોકો પોતાની ઈચ્છાઓ ને લિસ્ટમાં છેલ્લે મૂકી રાખે અને રોજબરોજની દોડાદોડ અને તકલીફો, સમાધાનોમાં દિવસો વિતતા જાય અને પછી ભુલાતું જવાય...પોતાની ઈચ્છા આકાંક્ષાઓ. બસ એટલું જ કહીશ બને તો લખી રાખો , કામ આવશે 😇😊 કાંઈક થશે , કરી શકાશે, પોતાના માટે કયારેક કદાચ !!! #હુંઅનેમારીવાતો #ગુજરાતી #gujarati #yqgujarati #yqmotabhai #ગુજ્જુ #વિચાર