a-person-standing-on-a-beach-at-sunset કેવી છે મારી અવદશા ! સમજાય તો સારું સખી, વાતો હવે ના ખાનગી ચર્ચાય તો સારું સખી. તારા નયનના જામ પી લીધાં મહોબતમાં અમે, મદહોશ દિલ મારું હવે સચવાય તો સારું સખી. ભાષા નયનથી પ્રેમની મોઘમ કરો છો કાં સનમ? આંખોના ઈશારા મને પરખાય તો સારું સખી. આ પ્રેમમાં ના ચૈન દિનમાં છે ના રાતે શાંતિ છે! હાલત અમારી પણ તને દેખાય તો સારું સખી. હું પણ કરું સ્વીકાર, દિલની વાત, જો અવસર મળે, તું એક ક્ષણ માટે જરા હરખાય તો સારું સખી. આંખો ટકી છે એક તારી રાહ પર દિલબર હજી, મળવાને માટે "નીલ" તે વલખાય તો સારું સખી. - નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ" ©neel #SunSet love poetry for her #gazal #gujarati #Love #Life