વધી મુલાકાતો મારી આજકાલ મારી ડાયરી સાથે, વહેંચતી મારી એકલતા ને એકાંત હું મારી ડાયરી સાથે, કહેતી મારા ચિત્ર-વિચિત્ર અવલોકન મારી ડાયરીને, જણાવતી મારી જુદી જુદી લાગણીઓ મારી ડાયરીને, સમજવાની કોશિશ કરતી મારી જ વાતો બેસીને મારી ડાયરી સાથે, ને આજ અચાનક મેં જરા ધ્યાનથી જોઈ મારી ડાયરીને, જાણે થઈ ગઈ અચાનક એ વજનદાર કીધું મેં મારી ડાયરીને, ને હસી પડી એ અને મેં પૂછ્યું કેમ, તો કહે તારા શબ્દો તારી વાતો તારી લાગણીઓ એ બધું હવે હું સાચવીને બેઠી એમ, મને સમજાયું મારામાં આ હળવી હળવી હળવાશ કેમ ને વધી મુલાકાતો મારી આજકાલ મારી ડાયરી સાથે એમ. 🧡📙📙🧡 #diary #deardiary #secretkeeper #listener #journalling #solitudecompanion #gujaratipoems #grishmapoems