Nojoto: Largest Storytelling Platform

છો રહ્યો અંધાર, કરીએ વાત અજવાળાં વિશે, પિંજરું ભૂલ

છો રહ્યો અંધાર, કરીએ વાત અજવાળાં વિશે,
પિંજરું ભૂલીને લખીએ પાંખ ને માળા વિશે.

રંગ લાવીને રહે મહેનત, અગર ધીરજ ભળે!
હોય શંકા તો વિચારો છત વિશે, જાળા વિશે.

થોર માફક ચુભતા સંબંધના સાક્ષી બનો,
માન આપોઆપ ઉપજે એક ગરમાળા વિશે.

શ્વાસ કે દિવસો ભલે ઓછા થતા! પરવા નથી,
રાખીએ અભિમાન અનુભવકેરા સરવાળા વિશે.

કોણ શું કરશે? એ ચિંતા છોડવાની છે હવે,
આપણે વિચારવાનું આપણા ફાળા વિશે.

આંખ ઉઘડી ત્યારથી પાંપણ મીંચાશે ત્યાં સુધી,
"પાર્થ"આયોજન કરી લઈએ આ વચગાળા વિશે.

: હિમલ પંડ્યા "પાર્થ" himal pandya
છો રહ્યો અંધાર, કરીએ વાત અજવાળાં વિશે,
પિંજરું ભૂલીને લખીએ પાંખ ને માળા વિશે.

રંગ લાવીને રહે મહેનત, અગર ધીરજ ભળે!
હોય શંકા તો વિચારો છત વિશે, જાળા વિશે.

થોર માફક ચુભતા સંબંધના સાક્ષી બનો,
માન આપોઆપ ઉપજે એક ગરમાળા વિશે.

શ્વાસ કે દિવસો ભલે ઓછા થતા! પરવા નથી,
રાખીએ અભિમાન અનુભવકેરા સરવાળા વિશે.

કોણ શું કરશે? એ ચિંતા છોડવાની છે હવે,
આપણે વિચારવાનું આપણા ફાળા વિશે.

આંખ ઉઘડી ત્યારથી પાંપણ મીંચાશે ત્યાં સુધી,
"પાર્થ"આયોજન કરી લઈએ આ વચગાળા વિશે.

: હિમલ પંડ્યા "પાર્થ" himal pandya
himalpandya9348

Himal Pandya

New Creator