સ્ટ્રોંગ જાતે જ બનવું પડે, કોઈ તમને મોટીવેટ કરે, એ વસ્તુ જ ખોટી. કોઈને કેવી રીતે ખબર હોય કે તમે કઈ તલવારે કેવી જંગ લડો છો, પોતાને કેપેબલ બનાવવા, પોતાના માટે કંઈક કરવા જાતેજ મથવું પડે , કોઈ સાથે હોતું નથી,હશે પણ નહીં કે રહેતું નથી હંમેશા માટે... પોતાનામાં બદલાવ લાવવા ,કંઈક કરી બતાવવા પોતે જ મથવું પડે ,મોટીવેશનલ સ્પીકર કે સ્પીચ થોડી મદદ કરી શકે પણ બાકીનું બધું આપણે જ કરવું પડે. કેમકે જે સંજોગો ,માણસો ,ચાન્સ ,ફેલીયર્સ, અચીવમેન્ટ્સ બીજું ઘણું બધું જે આપણે ભોગવ્યું હોય , જે આપણને મળ્યું હોય એ બીજા કોઈને ક્યાં ખબર હોય છે. આપણી રીતે આપણી જાત જાતને સ્ટ્રોંગ બનાવી દેવી જરૂરી... ,કોઈ પર ડિપેન્ડ રહેવું એટલે ક્યાંક હજુ પણ હિંમત ઓછી છે આપણામાં...અને આપણે આપણી સફળતા, આપણા સપના,આપણાં જ હાથમાં છે, આપણે નહીં કરીએ આપણાં પોતાના માટે કંઈ તો બીજું કોણ કરશે....... એટલે જ કહ્યું છે કે "જાત જગન્નાથ"! #હુંઅનેમારીવાતો #દર્શના સોની #gujaratiquotes #yqmotabhai #yqgujarati #હુંઅનેમારીવાતો #darshanasoni #gujju #વાત