Nojoto: Largest Storytelling Platform

ઓમ‌ શાંતિ ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર અને ગુજરાત

ઓમ‌ શાંતિ ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના સ્થાપક અધ્યક્ષ મોહંમદભાઈ માંકડનું 93 વર્ષની જૈફ વયે નિધન થયું છે.પ્રભુ એમની દિવ્ય આત્માને શાંતિ આપે 🌹🙏🌹
પરિચય:
મોહમ્મદ વલીભાઈ માંકડ (૧૩-૨-૧૯૨૮): નવલકથાકાર, વાર્તાકાર, બાળસાહિત્યકાર, કટારલેખક, અનુવાદક. જન્મ સૌરાષ્ટ્રના પાળિયાદ ગામમાં. બી.એ. દસેક વર્ષ બોટાદ હાઈસ્કૂલમાં શિક્ષક. ત્યારબાદ સુરેન્દ્રનગરમાં કાયમી વસવાટ. લેખનનો વ્યવસાય. ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ. ૨૦૦૮માં રણજિતરામ સુવર્ણચંદ્રક.

નવલકથાકાર તરીકે પ્રસિદ્ધ આ લેખકે ટૂંકી વાર્તા અને બાળસાહિત્યમાં પણ સર્જન કર્યું છે. બાહ્ય ઘટના કરતાં પાત્રોના સંવેદનોને મનોવૈજ્ઞાનિક અભિગમથી આલેખવાનું વલણ તેમના કથાસાહિત્યમાં જોવા મળે છે.

મોહમ્મદ માંકડે કેલિડોસ્કોપ નામની કટારમાં ગુજરાત સમાચારમાં વર્ષો સુધી લખ્યું હતું.