સાંભળ... ચુપકે થી તારા અવાજમા ભળવું છે. વાતોના સહારે તારી આંખોમાં તરવું છે. અનહદ પ્રેમ થકી તારા ગુસ્સાને વરવું છે. જોવે જો કોઈ તને એ ક્ષણે જ મને એ ખટક્યું છે. વિરહની રાહમાં મારુ મન તારા માટે જ ભટક્યું છે. બધું કહી દીધા પછી પણ ગળામા હજુ કંઈક અટક્યું છે. ઘોર અંધકારમાંથી તારો હાથ ઝાલી મારે નીકળવું છે. Nidhi દઈ આલિંગન આંખો મીંચી, તારા અસ્તિત્વમાં મારે ઓગળવું છે #સાંભળ #nanhikalam