Nojoto: Largest Storytelling Platform

આંખે પાડ્યો પડદો! અંધારું પથરાયું, આથમતા સૂરજનું જ

આંખે પાડ્યો પડદો! અંધારું પથરાયું,
આથમતા સૂરજનું જોયું? મોં કરમાયું!

વાળ મનોરથ પાછો! તુજ આતમ પોકારે,
ચેતી જા મનવા, દેખ ચક્રવ્યૂહ રચાયું!

સાદ કરે જો હૈયું દે કાન! જરા સાંભળ,
હાલકડોલક ચંચળ તુજ હૈયું હિજરાયું.

દોડ્યા કર્યું આગળ ન વળી જોયું પાછળ,
ફર પાછો, જો લાગ્યું ને તુજ ઘર જ પરાયું?

ખંખેરીને આળસ, કર કામ બધાં આજે,
કાલ કરી એમાં જ મન થયું ઢોર હરાયું! 
~Damyanti Ashani.....🌹 #ગઝલ #છંદ
આંખે પાડ્યો પડદો! અંધારું પથરાયું,
આથમતા સૂરજનું જોયું? મોં કરમાયું!

વાળ મનોરથ પાછો! તુજ આતમ પોકારે,
ચેતી જા મનવા, દેખ ચક્રવ્યૂહ રચાયું!

સાદ કરે જો હૈયું દે કાન! જરા સાંભળ,
હાલકડોલક ચંચળ તુજ હૈયું હિજરાયું.

દોડ્યા કર્યું આગળ ન વળી જોયું પાછળ,
ફર પાછો, જો લાગ્યું ને તુજ ઘર જ પરાયું?

ખંખેરીને આળસ, કર કામ બધાં આજે,
કાલ કરી એમાં જ મન થયું ઢોર હરાયું! 
~Damyanti Ashani.....🌹 #ગઝલ #છંદ

#ગઝલ #છંદ