Nojoto: Largest Storytelling Platform

મિત્ર " હેપ્પી ફ્રેન્ડશીપ ડે " મ

મિત્ર " હેપ્પી ફ્રેન્ડશીપ ડે "
                  મિત્ર,ભાઈબંધ,ભેરુ,સખો,બહેનપણી, સખી,દોસ્ત અને યાર...

     જીવનયાત્રામાં સંબંધોના ઉપવનમાં મૈત્રી એ વટવૃક્ષ સમાન છે, જેની અનેક શાખાઓ આપણા વ્યક્તિત્વનો આધાર હોય છે..,

      જેની સાથે લોહીના નહિ પણ લાગણી, સ્નેહ અને આત્મીયતાથી જીવનભર જોડાયેલા રહીએ એવું અનેરું અને અદકેરું સદેવ મુક્તિનો અનુભવ કરાવતું સંબંધનું બંધન એટલે "મૈત્રી"...

       એક એવો હાથ,સાથ અને સંગાથ જે પ્રત્યેક પરિસ્થિતિમાં આપણી સાથે જ હોય, એક એવો ખભો જ્યાં મુક્ત મને આપણે આંસુઓ દ્વારા લાગણીઓ વહાવી શકીએ એ લાગણીઓનું સરોવર એટલે "મૈત્રી"...

       જેની પાસે ગમે ત્યારે હક, અધિકાર,ઉદ્ધતાઈ અને મજાક કરી શકીએ, જો આપણા દ્વારા કાઈ ખોટું થતું હોય તો અધિકારપૂર્વક હમેશ આપણું ધ્યાન દોરાતું હોય એ જ "મૈત્રી"...

        મૈત્રીની મિરાતને આજના 'ફ્રેન્ડશીપ ડે' નિમિત્તે શબ્દદેહે લાગણીઓની અનેરી અને અદકેરી અભિવ્યક્તિ કરીએ કે "એ દોસ્ત આજે હું જે પણ કાઈ છું,જ્યાં પણ છું તારો સાથ,હાથ અને સંગાથ ના હોત તો એ શક્ય જ ના હોત.., દોસ્ત તારી આ 'દોસ્તીની હૂંફ' મને જીવનભર મળતી રહે, 'મૈત્રીનો જ્યોતીપૂંજ' સદેવ આપણા  જીવનને પ્રજ્જવલિત કરતો રહે."
          "હેપ્પી ફ્રેન્ડશીપ ડે"

       - મારા જીવન ઉપવનને મૈત્રીની  મહેંકથી સદેવ માટે સુગંધિત કરી દેનાર એ સર્વ દોસ્તોને અર્પણ...!
જય માતાજી !
શુભ પ્રભાત !!
🌹💐🌷💕🙏💕🌷💐

anandmehta9396

Anand Mehta

New Creator