મારી દુનિયા ધારેલું કે દુનિયા હવે કદાચ જુદી ને અજાણી લાગશે, પણ આંખોને તો એ એવી ને એવી લાગી, બસ હંમેશા જે અદ્રશ્ય લાગતા એ મુખવટાની એને નવાઈ લાગી. શ્વાસને તો હવા હંમેશા જેવી લાગી, બસ કોઈક અજાણ્યાના હવામાં હોવાની થોડી ભીતિ લાગી. મનને તો દુનિયા બસ પોતાની લાગી, કારણ રસ્તાના વૃક્ષો કે વળાંકો, કે પછી ટેબલ પરની કલમ કે કીબોર્ડ, ગઈકાલ પછી આજે જોઈ હોય, દરેક વસ્તુ એટલી જુદી લાગી. ભલે મગજને રહેશે હજી થોડા પ્રશ્નો, પણ હૃદયને કોઇ આશંકા ન લાગી, મારી પોતાની દુનિયા થોડી જુદી પણ અજાણી ના લાગી. 👩💻👩💻 #mylife #backtolife #unlock #gettingback #yqbaba #gujaratikavita #yqmotabhai #grishmapoems