કોઈકને ભાવતી એ મીઠી, તો કોઈકની જીભને જામતી એ તીખી તમતમતી, તો કેટલાકને તીખી મીઠી જિંદગી જેવી એ ગમતી પણ ભાગ્યે જ કોઈ હોય એવું જેને એ અણગમતી, એવી એ મારી પાણી ને પુરી. દુનિયાના મહામુલા સ્વાદથી રસઝરતી, એમ એને ખાવા દરેકને ધીરજ ધરવી પડતી, એવી એ મારી પાણી ને પુરી. છપ્પનભોગ હોય કે ચાટ કે પછી જમણવાર ની વાત, બધે એની હાજરી હોતી ને હોતી, એવી એ મારી પાણી ને પુરી. થોડી ખાવ તો પેટ ભરાય પણ મન રહી જાય, ને જાજી ખાવ તો મન ભરાય ત્યાં જીભને છાલા થઈ જાય, એવી એ મારી પાણી ને પુરી. જેની વાતો ને વર્ણનથી મોમાં પાણી આવે, જે મને દિવસના કોઇપણ પહોરે ભાવે, એવી એ મારી પાણી ને પુરી. 😋😋 #panipuri #golgappa #foodlove #indianfood #favourite #yqbaba #yqmotabhai #grishmapoems