મારી છાયાનો પડછાયો છે તું. મારી માના રૂપનું સ્વરૂપ છે તું. મારી અલગારી વાતોનું રૂપ છે તું. મારી બોલકી ભાષાનું વર્ણન છે તું. દુનિયાને નવી રીતે જોવાનું સર્જક છે તું. મારા લખાયેલ શબ્દોનું શાબ્દિક દર્શન છે તું. સમાજે રચેલી સ્ત્રી રચનાનું અમોઘ દ્રશ્ય છે તું. મારી બેન તું અલગારી દુનિયાનું મારુ હાસ્ય છે તું. વિચારોના વંટોળે ચાલતું હું તારું એક રૂપ છું. આજ જન્મદિન પર કરું એક આશ. મારી બેન મળે મને સાતો જન્મોનો સાથ. #birthday #baseless_giggles #wish