મને ગમતું ખુલ્લું આકાશ તારાઓથી ભરેલી રાત ને આછા-ઘેરા રંગોથી થતી સાંજ ને શરૂઆત, ગમતી મને સૂરજ અને ચંદાની વાદળીયા સંતાકુકડીની વાત જાણે રીસામણા-મનામણા સંગે આકાશ, ગમતો મને ઝરમર ને ક્યારેક ધોધમાર વરસાદ થઈ જતો ક્યારેક એ મુશળધાર પણ અંતે રહી જતાં હું ને મારું ખુલ્લું આકાશ, દોડુ, અટકું કે ઉડું બધી વાતમાં સાથ કરી ગમતી-અણગમતી હવાઓ ને પાર હું એની ધરતી એ મારું ગમતું ખુલ્લું આકાશ. ❤️❤️ #mysky #lovepoem #love #togetherness #bonding #emotions #gujaratipoems #grishmaquotes